• Gujarati News
  • ધ્રાંગધ્રા APMCના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

ધ્રાંગધ્રા APMCના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાએપીએમસીની ચૂંટણીમાં ભાજપનાં બે જૂથ આમને સામને આવી ગયા હતાં. ત્યારે ખેડૂત વિભાગની પેનલનાં 8 સભ્યો ચૂંટાતા તા. 20 ઓક્ટોબરનાં રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ખેડૂત વિભાગની પેનલનાં બંને આગેવાનોની બિનહરીફ વરણી થઇ હતી.

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનાં બે જૂથ આમને સામને આવી ગયા હતાં. ત્યારે મહેશભાઈ કનુભાઈ પટેલ દેગામવાળાની ખેડૂત પેનલના 8 સભ્યો ચૂંટાયા હતા. જ્યારે વેપારી વિભાગમાં ભાજપની પેનલ 4 સભ્યો ઘનશ્યામસિંહ ઝાલાની પેનલનાં ચૂંટાયા હતાં. ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાતા માર્કેટિંગ યાર્ડ ખાતે રજિસ્ટારની હાજરીમાં મહેશભાઈ કનુભાઈ પટેલ દેગામવાળાની ચેરમેન તરીકેની દરખાસ્ત હસુભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલે રજૂ કરી હતી.

જ્યારે વાઇસ ચેરમેન તરીકે કનકસિંહ ઝાલાની દરખાસ્ત વાઘજીભાઈ પટેલે કરી હતી. દરમિયાન અન્ય કોઇ નામની દરખાસ્ત આવતા બંને આગેવાનોને ચૂંટાયેલા જાહેર કર્યા હતાં.

પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય કાનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ દિલીપસિંહ ઝાલા, કાંતિભાઈ અંબુજાવાળા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.

ત્યારે ચેરમેન તરીકે ચૂંટાયેલા મહેશભાઈ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં સૌથી શારૂ નમૂનેદાર માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવશે. અને તેની ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરી ખેડૂતોને ફાયદો મળે તેવા કામો હાથ ધરવામાં આવશે. સમગ્ર કાર્યવાહીની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડનાં સેક્રટરી કરણસિંહ વાઘેલા અને રામદેવસિંહ ઝાલાએ હાથ ધરી હતી.

માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેન, આગેવાનો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં./ મનોહરસિંહરાણા