• Gujarati News
  • ધ્રાંગધ્રામાં દેશીદારૂના દરોડામાં ત્રણ ઝડપાયા

ધ્રાંગધ્રામાં દેશીદારૂના દરોડામાં ત્રણ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાપંથકમાં દેશી દારૂ અંગેની ફરિયાદ મળતા જિલ્લા પોલીસવડા આર.વી.અસારીની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકા પી.એસ.આઈ. એલ.જે.વાળા સહિતના સ્ટાફ દ્વારા રાજસીતાપુર ગામે રેડ પાડી હતી. ત્યારે કૈલાસભાઈ દેવીપૂજકને 20 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે કોંઢ ગામે પોલીસે રેડ કરતા જેસીંગભાઈ પી.પરમારને પાંચ લીટર દેશી દારૂ સાથે પકડી પાડયા હતાં. ઉપરાંત પીપળી ગામે રેડ કરતા જગભાઈ કોળીને પાંચ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતાં. ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.