તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં લગ્નની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી સક્રિય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રામાંછેલ્લા થોડા સમયથી મધ્યમ અને ગરીબ વર્ગના યુવાનો સાથે છેતરપિંડી વધી રહી છે. ધ્રાંગધ્રા પંથકના યુવાનોને લઞ્નની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય બની છે. ત્યારે ગેંગના ભોગ બનનારા આબરૂ જવાની બીકે પોલીસ ફરિયાદ કરતાં આવી ગેંગો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે.

ધ્રાંગધ્રા પંથકમાં અનેક યુવાનનો કુંવારા ફરી રહયા છે. યુવાનો અને તેના પરીવારજનોને લગ્ન કરવા માટે કન્યા લાવી દવાનુ જણાવતા હોય છે. અને કન્યાના ફોટાઓ દેખાડી વાતોમાં ભોળવતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં કન્યાના પરિવારને નાણાં આપવાની વાત કરી નાંણા લઈને સગપણ કરાવી અને ત્યારે બાદ લગ્ન કરાવીને બાદમાં થોડો સમય કન્યા રહે છે. પરંતુ બાદમા મોકો મળ્યા બાદ ઘરેણા લઈને રફૂચક્કર થઈ જાય છે. ત્યારે આવી ગેંગના અનેક ગરીબ તથા મધ્યમવર્ગના પરિવાર જનો ભોગ બન્યા છે. આથી છેતરપીંડીનો ભોગ બન્યા બાદમા નાણાં અને આબરૂ બન્ને જવાની બીકે પોલીસ ફરીયાદની ઝંઝટમા પડતા નથી. ગેંગનો ભોગ બની ગયેલ અનેક પરિવારજનોને તેવોની પરિસ્થિતિ સાપે છછૂદંર ગળ્યા જેવી થાય છે. ગેંગનો ભોગ અંગે ભોગબનનાર પરિવારે નામ નહી લખવાની શરતે જણાવ્યુ કે મારા ભાઈના લગ્ન કરવા માટે કન્યા લાવી આપવાનુ જણાવી પૈસા નક્કી કર્યા હતાં. જેમાં કન્યા સાથે લગ્ન કરવી આપી બાદમા થોડા દિવસો રહયા બાદ કન્યા પીયર જોવાનું કહી ચાલી ગઇ હતી. ત્યારબાદ બાના બતાવીને લાબા સમય થવા છતાંય પરત ફરી નહી. અને નાણાં આપીને છેતરપીંડી કરી પણ આબરૂ જવાની બીકે પોલીસ ફરિયાદ કરી નથી.

તાલુકા પીએસઆઇ ડી. બી. બસીયા જણાવ્યું કે, પ્રકારની ગેંગ પકડાઇ હતી. જેમા ત્રણ મહિલા સહીત શખસોને પકડી જેલ હવાલે કરી હતી. આવા કેસોમાં ફરીયાદ આવશે તો કાર્યવાહી જરૂરથી કરાશે.

છેતરાયેલ પરિવારજનોની સાપે છૂંછૂંદર ગળ્યા જેવી સ્થિતિ

કન્યા થોડા સમયમાં ઘરેણા લઈને રફૂચક્કર થઈ જાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો