તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રાના દિલ્હી દરવાજા પાસે રસ્તા ખોદાતા લોકો ત્રાહીમામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાનામોચીવાડથી નાનીબજાર સુધીના રસ્તા પર પાણીની નવી પાઈપલાઈન નાંખવા રોડ ખોદાયા હતાં. ત્યારબાદ રસ્તો બીસ્માર બની જતાં લોકો પરેશાન થઈ ગયા છે. આથી ઠેર ઠેર થયેલા રસ્તાઓમાં ખાડાઓના કારણે પડતી મુશ્કેલી દૂર કરવા અને યોગ્ય કરવા લોકમાંગ ઉઠી છે.

ધ્રાંગધ્રા શહેરના દિલ્હી દરવાજા પાસે થોડા દિવસો પહેલાં પાણીની પાઈપમાં લાઈન નાખવા માટે રસ્તો ખોદાયા બાદ બિસ્માર બની ગયો હતો. ત્યારે મોચીવાડથી નાનીબજાર સુધીના રોડ પર રોજ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે. ત્યારે રોડ પર ખાડા પડી જતાં વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે નગરપાલીકા તંત્ર દ્વારા તાત્કાલીક રસ્તો યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરી છે. અંગે સ્થાનિક રહીશ રાજભા જાડેજાએ જણાવ્યું કે રસ્તામાં પાણીની પાઇપલાઇન નાંખ્યા બાદ મોટા ખાડાપડી ગયા છે. ત્યારે નગરપાલીકા દ્વારા તાત્કાલીક ખાડા બૂરી લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે લોક માંગણી ઉઠી છે.

પાણીની પાઇપલાઇન નાંખવા ખોદેલા રસ્તામાં ઠેર ઠેર ખાડા પડ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો