તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં પોલીસે હૃદયરોગનો ભોગ બનનારનો જીવ બચાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસેદ્વારા પ્રજાના રક્ષણ સાથે માનવતાનુ કામ પણ કરે છે.તેનો દાખલો ધ્રાંગધ્રામાં જોવા મળ્યો હતો. ધ્રાંગધ્રા સીટી પોલીસેમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ નાઈટ પેટ્રોલીંગમા હતા. ત્યારે એક વ્યક્તિને હદયરોગનો હુમલો આવતા દવાખાનામાં પહોંચાડી જીંદગી બચાવી હતી.

પોલીસે પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થકક કરીને ઉદાહરણ પુરૂ પાડી ધ્રાંગધ્રા શહેરમાં પી. સી. આર. વાનમાં ફરજ બજાવતા બાવલભા માણેક અને પ્રંશાતભાઈ ઝાલા અને સ્ટાફના રાત્રે નાઈટ પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ન્યાસના ચોરા પાસે લોકોના ટોળાં ઊભા હતાં. આથી તપાસ કરતા ત્યાં રહેતા અકબરભાઈ ચૌહાણ નામના રહીશને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારે 108 વાન મોડી રાતે આવી હતી. આથી બન્ને પોલીસે કર્મચારીએ પોલીસે પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરી હૃદયરોગના ભોગ બનનારને તાત્કાલિક પી. સી. આર. વાન માં દવાખાનામાં પહોંચાડી દીધી હતી. આથી ભોગ બનનારને સમયસર સારવાર મળતા જીંદગી બચી ગઇ હતી.

પોલીસની માનવતાથી એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. -મનોહરસિંહરાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો