• Gujarati News
  • ધ્રાંગધ્રા હળવદહાઇવે પર સોલડી ટોલનાકા પાસેથી આઇસર ટ્રકમાં નિર્દયરીતે બાંધીને

ધ્રાંગધ્રા-હળવદહાઇવે પર સોલડી ટોલનાકા પાસેથી આઇસર ટ્રકમાં નિર્દયરીતે બાંધીને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા-હળવદહાઇવે પર સોલડી ટોલનાકા પાસેથી આઇસર ટ્રકમાં નિર્દયરીતે બાંધીને 10 ભેંસોને લઇ જવાતી હતી. ત્યારે બજરંગ દળના કાર્યકરો દ્વારા 10 ભેંસોને બચાવી લેવામાં આવી હતી. બનાવમાં બે શખ્સોને ઝડપી પાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનાં હવાલે કરાયા હતાં.

ધ્રાંગધ્રા-હળવદ અને અમદાવાદ ફોરલેન હાઇવે પર અવારનવાર અબોલ જીવોને કતલખાને લઇ જતી ગેંગ ઝડપાઇ છે. અબોલ જીવોને બજરંગદળ અને જીવદયાપ્રેમી કાર્યકરો બચાવીને પોલીસ સ્ટેશન હવાલે કરે છે. જેમાં ગતરાત્રે બજરંગદળનાં કાર્યકરો રાત્રિ પેટ્રોલિંગમાં હતાં. ત્યારે શંકાસ્પદ હાલતમાં આઇસર પસાર થતાં હળવદ હાઇવે પર સોલડી ટોલનાકા પાસે ઝડપી પાડી તલાસી લેવામાં આવી હતી. આથી આઇસરમાં ઘાસચારા અને પાણીની સગવડતા વગર નિર્દય રીતે બાંધેલી હાલતમાં 10 ભેંસો મળી આવતા બજરંગદળનાં કાર્યકરો ચોંકી ઉઠ્યા હતાં. ત્યારબાદ 10 ભેંસોને છોડવાઇ હતી. જ્યારે આઇસરચાલક અને કલીનર વાંકાનેરનાં અરજણભાઈ ભીમાભાઈ તેમજ અજીતસિંહ રામસિંહ સોલંકીને ઝડપી પાડયા હતાં. આથી વાલાભાઈ પોપટભાઈ ભરવાડ, પાલનપુરના દાલમસિંહ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં પ્રાણી એકટ મુજબ વિશાલભાઈ ઉમરાણીયાએ ફરિયાદ નોંધાવી હતી. અને તમામ ભેંસોને પાંજરાપોળના હવાલે કરી હતી. બનાવ અંગેની ધ્રાંગધ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર 10 ભેંસો પકડાઇ