અનેક ખેડૂતોનાં ખેતરો વાવેતર વગર પડયા રહ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડની કેનાલમાં પાણી બંધ થતા ઉનાળુ વાવેતરમાં ઘટાડો

ઝાલાવાડપંથક પિયત વિસ્તારને લઈ ખેડૂતો ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કરે છે ત્યારે વર્ષે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવતા ઉનાળુ વાવેતર ગત વર્ષ કરતા અડધુ થયુ છે. આમ કેનાલનું પાણી નહી મળતા ઉનાળુ વાવેતરને અસર પડી છે. આથી અનેક ખેડૂતોના ખેતરો વાવેતર વગર પડયા રહ્યાં છે.

ઉનાળામાં કેનાલ પાણી દ્વારા ધ્રાંગધ્રા પંથકમાં ખેડૂતોએ ગયા વર્ષે 15 હજાર હેકટરમાં ઉનાળુ પાક તલ, બાજરી, જુવાર, મંગફળી અને શાકભાજીનું વાવેતર કર્યુ હતું. જ્યારે વર્ષે વરસાદ ઓછો હોવાથી પીવાના પાણીની પ્રાથમીક જરૂરીયાતને ધ્યાનમાં લઈ ખેતીની જમીનની મોટાભાગની પેટા કેનાલોમાં નર્મદાનુ પાણી છોડવામાં નહીં આવતા વર્ષે ઉનાળુ વાવેતરને અસર પડી છે. અને ગત વર્ષની સરખામણીમાં ખેડુતોએ પાંચ હજાર હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યુ છે. આથી ખેડૂતોએ ખેતરોમાં હળ હાકીને મૂકી દઈ ચોમાસું વાવેતરની તૈયારી શરૂઆત કરી છે. અંગે ખેડૂત ધનશ્યામભાઈ દલવાડીએ જણાવ્યું કે કેનાલમાં પાણી બંધ થતા આસપાસના ખેડુતોએ વાવેતર કર્યુ હતું. ધ્રાંગધ્રા પંથકમાં ખેતીની મોટા ભાગની જમીન વાવેતર કર્યા વગર રહી છે.

અન્ય સમાચારો પણ છે...