તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા પાંજરાપોળમાં 2200 મરઘા રખાતા બર્ડફ્લૂની દહેશત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદપાસેથી પકડાયેલા 2200 જેટલા મરધાઓને કોઈ પાંજરાપોળ સ્વીકારતુ હતું. આથી ધ્રાંગધ્રા શહેરમાં આવેલી પાંજરાપોળમા રખાયા છે. હાલ મરઘાઓનું યોગ્ય ચેકઅપ થતા શહેરમાં બર્ડફ્લૂ ફેલાવાની દહેશત ફેલાઈ ગઈ છે. આથી મરધાઓનુ ડોક્ટર પાસે યોગ્ય ચેકઅપ અને શહેરની મધ્યમાંથી અન્ય જગ્યાએ રહેણાંક વિસ્તારમા હોય ત્યાં રાખવાની માંગ ઉઠી છે.

રાજયમાં અમદાવાદમાં થોડા દિવસ પહેલાં બર્ડફ્લૂનો વાયરસ મરઘીઓમાં જોવા મળ્યો હતો. આથી અમદાવાદમાં અનેક મરઘીઓને રહેણાંક વિસ્તારમાથી ઝડપી પાડી તેને શહેરની બહારના વિસ્તારમાં લઈને નાશ કરવામા આવ્યો હતો. ત્યારે અમદાવાદ બગોદરા હાઈવે પરથી માદા 2200 જેટલા મરધા પકડાયા હતાં. મરઘીઓને આસપાસ પાંજરાપોળ દ્વારા સ્વીકારવાની ના પાડી હતી. આથી ધ્રાંગધ્રા પાજરાપોળના જીવદયા પ્રેમીઓએ સંપર્ક કરતા માદા 2200 જેટલા મરધાઓને ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં રહેણાંક વિસ્તાર એવા નાની બજારના આવેલ પાંજરાપોળમાં રાખવામાં આવ્યો છે. ત્યારે આસપાસના વિસ્તારમા ગંભીર બીમારી ફેલાવાની દહેશત ઉભી થાય છે. આથી શહેરીજનોની માંગણી ઉઠી છે કે શહેર બર્ડફ્લૂ જેવી ગંભીર બીમારીની ઝપટે ચડી જાય તે પહેલાં પાંજરાપોળના સંચાલકો દ્વારા 2200 જેટલા મરધાઓને અન્ય જઞ્યાએ ખસેડી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અંગે કમલેશભાઈ મઢવીએ જણાવ્યું કે પાંજરાપોળમા માદા મરઘાઓને રહેણાંક વિસ્તારમા રાખી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો કરેલ છે. ત્યારે નગરપાલીકા અને આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવા જોઈએ. 2200 મરઘાઓને વેટનરી ડોક્ટર પાસે કોઈ પણ આરોગ્યની ચકાસણી કર્યા વગર ધ્રાંગધ્રા શહેરની મંધ્યમા રેણાક વિસ્તારમાં આવેલ પાંજરાપોળની જગ્યામાં રાખી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો કર્યો છે.

ધ્રાંગધ્રા શહેરના રહેણાક વિસ્તારમા આવેલ પાંજરાપોળમા મરધાઓ નજરે પડે છે. તસવીર-મનોહરસિંહ રાણા

વેટરનરી ડોક્ટરને જાણ કરવામાં આવી છે

^ અંગે ધ્રાંગધ્રા પાંજરાપોળના ટ્રસ્ટી કાંન્તિભાઈ પટેલે જણાવ્યું કે મરધાઓને અન્ય પાંજરાપોળે સ્વીકાર્યા હતા. આથી જીવદયાના હેતુથી સ્વીકારીને મરધાઓને રાખેલ છે. બનાવમાં પશુ ડોક્ટર ને જાણ કરી તેમની તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. > કાન્તિભાઇપટેલ, પાંજરાપોળનાટ્રસ્ટી, ધ્રાંગધ્રા

અમદાવાદથી ધ્રાંગધ્રા રહેણાંક વિસ્તારમાં રખાતા રોષ

મરઘાઓનું ડોકટર પાસે ચેકઅપ કરાવી શહેર બહાર ખસેડવાની માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો