ધ્રાંગધ્રાથી પાટડીના ધામા પગપાળા સંઘ રવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાથી પાટડીના ધામા ખાતે માં શક્તિ માતાના મંદિરે પગપાળા સંઘ હરપાલદેવ અને શક્તિ મંદિર ખાતેથી મંદીરના પૂજારી દ્વારા પ્રસ્થાન કરાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો સહિત લોકો ઉમટી પડયા હતા.

ધ્રાંગધ્રાના ગ્રીનચોક ખાતે હરપાલદેવની પ્રતિમાએ અને શક્તિમાતાજીના મંદિર ખાતે માહાઆરતી કરી પગપાળા સંઘને શક્તિમાતા મંદિરના પુજારી ચંદુલાલ જાની, ડો.એસ.ડી.ઝાલા, મોહનસિંહ ઝાલા, લલીતસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા સહિત આગેવાનો દ્વારા ધ્વજા આપી પ્રસ્થાન કરાવેલ હતું. આ પ્રસંગે ક્ષત્રીય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહયાં હતા. ઢોલ નગારા, ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો સાથે પાટડીના ધામા ખાતે જય માતાજીના જયકારાના નાદ સાથે પગપાળા સંઘમાં રવાના થયા હતાં. આ પગપાળા સંઘનું ધ્રાંગધ્રા શહેરમાં ઠેરઠેર વેપારીઓ અને લોકો દ્વારા સ્વાગત કરવામા આવેલ હતું. આ પગપાળા સંઘને સફળ બનાવવા માટે જનકસિંહ ઝાલા, દિલીપસિંહ ઝાલા, એન.ડી. જાડેજા સહિત ક્ષત્રીય સમાજના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.