• Gujarati News
  • હળવદમાં ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

હળવદમાં ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદશહેરમાં ઘણા સમયથી ફાયર ફાઇટરની માંગ હતી. ત્યારે હળવદ પાલિકા દ્વારા ફાયર ફાઇટર અને માર્કેટિંગ યાર્ડ દ્વારા ઓક્સિજન અને એસી સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની સુવિધા ઉભી કરાઇ છે. ત્યારે ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સનું રવિવારે લોકાર્પણ કરાયુ હતું.

હળવદ શહેર અને ગામડામાં આગ લાગે ત્યારે ધ્રાંગધ્રા-મોરબીથી ફાયર ફાઇટરની ટીમોને બોલાવવી પડતી હતી. આથી તાલુકાવાસીઓની ઘણા સમયથી સુવિધાની માંગ હતી. હળવદ ન.પાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે ફાયર ફાઇટરનું લોકાર્પણ કરાયુ હતું. હળવદ માર્કટિંગ યાર્ડ દ્વારા તાલુકાવાસીઓને રાહત દરે બિમારી કે અકસ્માતનાં સમયે એમ્બ્યુલન્સ મળી રહે તે માટે સુવિધા કરી હતી. 14.5 લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સ ઓકિસજન અને એસીની સુવિધાવાળી બનાવવામાં આવી હતી. બંને ગાડીઓનું રાજયના પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડીયાના વરદ્દ હસ્તે લોકાર્પણ કરાયુ હતું. માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન જશુભાઈ પટેલ, પાલિકા પ્રમુખ અજયભાઈ રાવલ, પાલિકા સદસ્ય એ.ટી.રાવલ, તાલુકા ભાજપ મંત્રી નવિનભાઈ મદ્રેશાણીયા, માર્કેટિંગ યાર્ડ, પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પંચાયત મંત્રીના હસ્તે ફાયર ફાઇટર - એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયુ હતું. /કિશોર પરમાર