ધ્રાંગધ્રા પંથકમાં જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોની ઉંઘ હરામ
રાત્રે ખેતરમાં ઉભા પાકમાં ઘૂસી જઈ ભારે નુકસાન કરતા રાતના ઉજાગરા
ધ્રાંગધ્રાપંથકમાં છેલ્લાં થોડાં સમયથી ખેતરો અને વાડીઓમા ઘૂડખર, રોઝ અને ભુંડનો મોટા પ્રમાણમાં ત્રાસ જાવા મળી રહયો છે. ત્યારે પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂતોએ આખી રાત જાગવુ પડે છે. જેને લઈને ખેડુતો પરેશાન થઈ ગયા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલી પ્રાણીઓનો ત્રાસ દુર કરવામાટે પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.
ધ્રાંગધ્રા વિસ્તાર પિયત વિસ્તાર હોવાથી ખેડૂતો ત્રણ સીઝન પાક લે છે. પરંતુ થોડા સમયથી રોઝ, ઘૂડખર અને ભુંડનો ત્રાસ વધી ગયો છે. પ્રાણીઓ ખેતરોમાં લહેરાતા ઉભા મોલમા ટોળામાં આવી ભારે નુકશાન કરે છે. આથી ખેડૂત મોંધા બિયારણ અને ખાતરના ખર્ચા કરી વાવેતર ખાઇને બગાડી નાંખે છે. ત્યારે મોંઘા મોલને બચાવવા માટે ખેડૂતોએ રાત્રી આખી જાગીને રખોપુ કરવુ પડે છે. જંગલી પ્રાણીઓના ત્રાસથી છોડાવા માટે ફોરેગ્યસ્ટ વિભાગ દ્વારા યોગ્ય પગલા લઈને કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. અંગે ખેડૂત જયંતીભાઈ પટેલ દ્વારા ફોરેસ્ટ થતા અન્ય અધિકારીઓને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. અને જણાવ્યું કે ખેતરોમાં રાત્રીના સમયે રોઝ ઘુડખર અને ભુડનો મોટા પ્રમાણમાં ત્રાસ વધતા પાકની રક્ષા કરવા આખી રાત જાગવુ પડે છે. ત્યારે જંગલમાંથી ટોળામાં આવતા પ્રાણીઓ પાકમાં ધૂસી નૂકશાન કરે છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા પગલા લઈને ત્રાસ દુર કરવો જોઈએ તેવી લોક માગ ઉઠી છે.