તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં શંકાસ્પદ તેલના 60 ડબા મળતા તંત્રે તપાસ આદરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રાસિટી પોલીસ દ્વારા બાતમીના આધારે કુડા રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં આવતુ રિક્ષા નીકળતા તેને ઉભી રખાવી તપાસ હાથ ધરાઇ હતી. જેમાં શંકાસ્પદ તેલના 60 ડબ્બા 96 હજારની કિંમતના ઝડપી પાડ્યા હતા. અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધ્રાંગધ્રા પંથકમાં કુડા રોડ પર અને હાઇવે પર અવાર નવાર શંકાસ્પદ તેલનો જથ્થો ઉતારવાનું લાંબા સમયથી કૌભાંડ ચાલતુ હતુ. આથી જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેધાણી દ્વારા ધ્રાંગધ્રા પોલીસને સૂચના આપાતા સીટી પી.આઇ જી.કે.સાણજા , પી.એસ.આઇ એ.બી.ગોહીલ, પંકજભાઇ, ભૂપતભાઇ, રણછોડભાઇ ભરવાડ, બી.કે.દેવલીયા અને સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી ત્યારે કુડા રોડ પર શંકાસ્પદ તેલનો જથ્થાના ડબ્બા ઉતર્યા હોવાનો અને ધ્રાંગધ્રા તરફ લવાતો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ રણછોડભાઇ ભરવાડ ને મળતા પી.એસ.આઇ એ.બી.ગોહીલે કુડા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી લોડીંગ રિક્ષાને ઊભી રાખી તપાસ કરી હતી. જેમાં તેલના 60 જેટલા ડબ્બા મળી આવ્યા હતા. આથી રીક્ષા ચાલક રાજેશભાઇ ગુણવંતરાય શમાનંદી સાધુ રહે અજમનપુર ધ્રાંગધ્રા ની પુછપરછ કરતા અને બીલ માંગતા જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતાં. ત્યારબાદ બીલ ચેક ચાકવાળુ હોવાનું જણાતા સીટી પોલીસે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડી અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી જ્યારે તેલના જથ્થાના નમૂના રીપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ તપાસ અધિકારી પી.એસ.આઇ એ.બી.ગોહિલે જણાવ્યુ હતુ.

કુડા રોડ પરથી રિક્ષા સહિત રૂ. 96 હજારના ડબ્બા જપ્ત

તેલનો જથ્થો કુડા રોડ પર ઉતારી ગ્રામ્યમાં વેપલો

ગોંડલની મીલના બ્રાન્ડનો તેલનો જથ્થો કુડા રોડ પર આવેલ સતાપર ગામ પાસે ઉતારી આસપાસના ગામડાઓમાં વેચાણ કરવામાં આવતુ હતું. તેલમાં મોટા પાયે ભેળસેળ વાળુ હોવાનું અને આરોગ્ય માટે ખતરા રૂપ હોવાનું ગણાય છે. પરંતુ તેલના નમુનાનો રીપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવશે.

સીંગતેલનોડબ્બો બજાર ભાવથી 500 રૂપિયા નીચા ભાવે ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કરાતો હતો

હાલસીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ બજારમાં 2100ની આસપાસ બોલાય છે. ત્યારે ઝડપાયેલ તેલ 1600 રૂપીયામાં ડબ્બો વેચાણ કરાતો હોવાનું ખુલ્યુ છે. આમ બજાર ભાવ કરતા 500 રૂપીયા નીચા ભાવે ગ્રામ્ય વિસ્તારોમાં તેલનું વેચાણ કરવામાં આવતુ હોવાનું બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો