ધ્રાંગધ્રા પાલિકાના સફાઈ કામદારો ફરી ઉપવાસ પર બેસતાં દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાશહેરમાં ફરી સફાઈ કામદારોનું આંદોલન શરૂ થયું છે. અને કામદારો કાયમી કરવાની અને વિવિધ માંગણીઓને લઈને નગરપાલીકા કચેરી સામે મહીલાઓ સહીત ઉપવાસ પર બેસી જતા દોડધામ મચી હતી. બીજી તરફ કામદારોએ કામપર નહી ચડવાનો નિર્ણય કર્યો છે

ધ્રાંગધ્રા નગરપાલીકાના 200 જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાની મંજૂરી મળી હતી. પરંતુ ધ્રાંગધ્રા નગરપાલીકાએ ઠરાવ નહીં કરતા કાયમી કરવાની અને સાતમા પગાર પંચમા સમાવેશ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને ધ્રાંગધ્રાના સફાઇ કામદારોએ ફરી આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. ધ્રાંગધ્રા પાલિકાના સફાઈ કામદારો પોતાની માંગણીઓ નહીં સંતોષાતા નગરપાલીકા કચેરી સામે મહીલાઓ સાથે અનિશ્ચિત મુદત સુધી ઉપવાસ પર બેસી ગયા છે. જ્યારે પાલિકામાં કામ પર નહી જવાનો નિર્ણય કર્યો છે. કામદારોના આંદોલનને લઈ નગરપાલીકા કચેરી પાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ સફાઇ કામદારોનાં આંદોલનને લઇ અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. આંદોલનમાં નગરપાલીકા કચેરીના સફાઈ કામદારો સાથે મોટી સંખ્યામાં આગેવાનો ચંદ્રેશભાઈ વાણીયા, શાંન્તિલાલ સહિત મોટી સંખ્યામા જોડાયા હતા.

ધ્રાંગધ્રા નગરપાલીકા કચેરી સામે મોટી સંખ્યામાં સફાઈ કામદારો હડતાલ પર બેસેલા જોવા મળે છે. તસવીર-મનોહરસિંહરાણા

પાલિકાએ સમાધાન કર્યું પણ તે મુજબ ઠરાવો કરતાં પુન: આંદોલન

અન્ય સમાચારો પણ છે...