મોટીમાલવણમાં થયેલ ચોરીનો સામાન ઈસદ્રાથી મળી આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાનામોટીમાલવણમાં પાંચ દિવસ પહેલાં મંદીર સહિત જગ્યાએ ચોરી થઇ હતી. અમુક સામાન ઈસદ્રાની સીમમાંથી બીનવારસી હાલતમા મળી આવ્યો હતો. આથી પોલીસે દોડી જઈ સામાનનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

મોટીમાલવણમાં પાંચ દિવસ પહેલાં રાત્રે રામજી મંદીર સહિત જગ્યાએ તાળા તોડી લાખોના માલસામાનની ચોરી થઈ હતી. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. ત્યારે ચોરીનો અમુક મુદ્દામાલ ચોર મોટીમાલવણ ધ્રાંગધ્રા રોડ પર આવેલા ઈસદ્રા ગામની સીમમાંથી બિનવારસી હાલતમા મળી આવ્યો હતો. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ધટના સ્થળે દોડી જઈ મુદામાલનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાવમાં તસ્કરોએ ચોરી કરીને ઇસદ્રા ગામની સીમમાં આવી મુદ્દામાલનો ભાગ પાડી અન્ય સામાન ફેકીને ભાગી ગયા હશે ત્યારે ચોર વિસ્તારના જાણકાર હોવાનું અનુમાન છે.

ચોર ભાગ પાડી અમુક સામાન મૂકી ભાગી ગયાની શંકા

અન્ય સમાચારો પણ છે...