તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોરને કતલખાને લઈજવામાં 1 મહિલા સહિત 3 ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રાકોઢ રોડ પર અબોલજીવને ભરીને જીપ પસાર થતી હોવાની બાતમીને આધારે વિશાલભાઈ ઉમરાણીયા, શક્તિસિંહ ઝાલા, કેશવભાઈ પટેલ અને બંજરંગદળના કાર્યકરોએ વોચ ગોઠવી હતી. ત્યારે મોડી રાત્રે શંકાસ્પદ હાલતમા એક જીપનીકળતા ઉભી રાખીને તપાસ કરતા જીપમા મહિલા સહિત ત્રણ શખ્સો જણાયા હતા. ત્યારે જીપ અંદર તપાસ કરતા ત્રણ ભેસ એકપાડો અને એક વાછડાને નિર્દયી રીતે બાધીને રાખેલા જોવા મળ્યા હતા. આથી જીપમા બેઠેલા મનસુખભાઈ મંનજીભાઈ દેવીપુજક, દિલીપભાઈ કાનજીભાઇ અને મીનાબેન દેવીપુજકને ઝડપી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને હવાલે કરાયા હતા.

પોલીસ અને જવદયા પ્રેમીઓની આંખમાં ધૂળ નાંખવા માટે ઢોરને કતલખાને લઈ જતી ગેંગોએ મહિલાનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાઇ જતા મહિલા ચોધાર આસુંએ રોઈને છોડી મૂકવા માટે કાલાવાલા કર્યા હતા. બનાવ અંગે વધુ તપાસ એ.એસ.આઈ એમ.ડી.હડીયલ ચલાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો