તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રામાં લીકેજ પાણીના બોર રીપેરીંગ કરાતા પાણી વેડફાતુ બંધ થયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાપંથકમા નર્મદાના વાલ્વમાં પાણી લીકેજ થતા પાણીનો બગાડ થાય છે. ત્યારે અંગેના સમાચાર દિવ્યભાસ્કરે પ્રકાશીત થયા હતાં. આથી તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લઈ લીકેજ વાલ્વ રીપેરીંગ કરી નાંખતા ગંદકી અને પાણીનો બગાડ બંધ થઈ ગયો હતો.

ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારને નર્મદાનું પાણી પાઈપ લાઈન દ્વારા પહોંચાડાયે છે. પરંતુ વાલ્વ લીકેજ હોવાથી પાણીનો બગાડ થવાના અને ગંદકીથી લોકો પરેશાન થઈ ગયા છે. અંગે દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રગટ થયો હતો. આથી હરકતમાં આવીને ગણતરીના સમયમા વાલ્વનું રીપેરીંગ કામકાજ હાથ ધર્યુ હતું. અંગે નર્મદાના કાર્યપાલક ઈજનેર સી.એન.વાધેલા જણાવ્યું કે તાત્કાલીક વાલ્વ રીપેરીંગ કરવાનું કામ કરીને પાણીનો બગાડ અટકાવાયો છે.

ભાસ્કર ઇમ્પેક્ટ

અન્ય સમાચારો પણ છે...