તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધુકામાં APMC દ્વારા ગોડાઉનની હરાજી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધંધુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ગુરુવારે 12 ગોડાઉનની હરાજી કરવામાં આવી હતી. હરાજી સમયે આવતા ખેડૂતોના માલના રક્ષણ માટે રૂ.50 લાખના ખર્ચે શેડ બનાવવાની જાહેરાત કરાઇ હતી. આ સમયે મોટી સંખ્યા એપીએમસીના પદાધિકારીઓ, અગ્રણીઓ, વેપારીઓ હાજર રહ્યા હતા.

આ અંગે યાર્ડના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, ઉપપ્રમુખ જીતુભા ચુડાસમાએ જણાવ્યું કે રાજ્ય સરકારની સહાયથી સંસ્થા દ્વારા 12 ગોડાઉન બનાવવાનું કામ પ્રગતિમાં છે. તમામ ગોડાઉનને ભાડા પટ્ટે આપવાની હરાજી હાથ ધરાઇ હતી.

હરાજી સમયે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે હરાજીની કામગીરી પારદર્શક રીતે કરાઇ હતી. ગોડાઉનના ઉપરના માળે ઓફિસ બનશે, ખેડૂતો માટે કોન્ફરન્સ હોલનું નવિનીકરણ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની સહાયથી રૂ.4 કરોડના વિકાસના કામો હાથ ધરાયા છે.

અન્ય સમાચારો પણ છે...