ચોટીલામાં ભારત ગૌરવ યાત્રા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ભારત ગૌરવ યાત્રાનું મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજન કરાયું છે. જે અંતર્ગત તા.21 જાન્યુઆરીનાં રોજ સવારે ભારત ગૌરવ યાત્રા યોજાશે. આ યાત્રાનો પ્રારંભ મેઘાણી જન્મ સ્મારકથી કરાશે જેમાં સાઇકલ સવારો શહેરના રાજમાર્ગો ઉપર ફરી નવી પેઢીને રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતા, ભાઇચારા, સમાનતા, સ્વચ્છતા, વ્યસન મુક્તિનો સંદેશો લોકોને આપશે. આ યાત્રા પૂર્ણાહુતિ એન. એન. શાહ હાઇસ્કુલ ખાતે કરાશે. અરૂણાચલથી ઓખા સુધી નિકળેલ ભારત જોડો યાત્રામાં સહભાગી બનેલા પૈકીનાં યાત્રીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો, નગરજનો અને મેઘાણી પ્રેમીઓ આ યાત્રામાં ભાગ લઈને અનોખો સંદેશ સમાજને આપશે. આ પ્રસંગે પિનાકી મેઘાણી, કુસુમબેન મેઘાણી, અભેસિંહ રાઠોડ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...