• Gujarati News
  • પ્રધુમ્ન પાર્ક સહેલાણીઓથી છલકાયો

પ્રધુમ્ન પાર્ક સહેલાણીઓથી છલકાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરવા માટે આ સ્થળો પણ રાા ફેવરિટ
ઝૂમાં ગત વર્ષ કરતા ૧૭ હજાર,
ઇશ્વરિયાપાર્કમાં ૧૬ હજાર લોકો વધુ આવ્યા

હરવા ફરવાના શોખીન રાજકોટવાસી જન્માષ્ટમી પર્વ પર શહેરની નજીકના પયટર્ન સ્થળોએ ઊમટી પડયા હતા. ખાસ કરીને પ્રધુમ્નપાર્કમાં ભારે રસ રાો હતો. પ્રધુમ્નપાર્ક ઝૂમાં તહેવારના આ પાંચ દિવસમાં ૭૦ હજારથી વધુ લોકો અને જયારે ઇશ્વરિયાપાર્કમાં પ૦ હજારથી વધુ લોકો ઊમટી પડયા હતા. જયા તહેવાર વગર સામાન્ય રજાના દિવસોમાં પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં જાય છે એવા મહાપાલિકા સંચાલિત પ્રધુમ્નપાર્ક તહેવારના આ પાંચ દિવસોમાં સવારથી જ સહેલાણીઓનો અભૂતપૂર્વ ધસારો રાો હતો. પ્રધુમ્નપાર્ક ઝૂના સુપરિ. ડો. હીરપરાના જણાવ્યા મુજબ ૧૫મીથી લઇને ૧૯મી ઓગસ્ટ મંગળવારે મોડી સાંજ સુધીમાં કુલ ૭૦,૧૨૫ સહેલાણીઓએ ઝૂમાં ફરવાનો અને પ્રકતિ દર્શનનો આનંદ માણ્યો હતો. આ પાંચ દિવસમાં મનપાને રૂ.૭.૦૫ લાખની આવક થઇ છે.
સાતમ - આઠમના તહેવારોમાં પાંચ દિવસ દરમિયાન મોટા ભાગના ગુજરાતી પરિવારોના ઘરમાં રસોઇ બનતી નથી. તેઓ પાંચ દિવસ બપોરે અને રાત્રે બહારનું જ ભોજન લે છે અને આથી જ વેપારીઓને તડાકો બોલી જાય છે. શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આવેલા હરવા - ફરવાના સ્થળોએ ખાણી-પીણીના વેપારીઓ પણ વેપાર કરીને ધરાઇ ગયા હતા.
દાળેશ્વર
હનુમાનધારા
ભૂતનાથ
ન્યારી ડેમ
ચોટીલા
આજીડેમ
ધેલા સોમનાથ
જડેશ્વર
હિંગોળગઢ
પ્રધુમ્નપાર્ક ઝૂમાં ગત વર્ષે બાવન હજાર જેટલા લોકો સાતમ-આઠમના પાંચ દિવસમાં આવ્યા હતા. આ વખતે સંખ્યા ૨૫ ટકા જેટલી વધીને ૧૭ હજારથી વધુ લોકો આવ્યા હોવાનું ઝૂ સુપરિ. ડો. હીરપરાએ જણાવ્યુ હતું, જયારે ઇશ્વરિયાપાર્કમાં ગત વર્ષે ૩૯ હજાર જેટલા લોકો આવ્યા હતા. આ વર્ષે ૧૦ હજારથી વધુ લોકોએ હરવા ફરવાનો આનંદ માણ્યો છે.