તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાન ટીડીઓ લાંબી રજા પર : અરજદારોને ચોટીલાની જાત્રા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાનતાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી લાંબી રજા પર હોવાથી તાલુકાના અરજદારોને ચોટીલાના ધક્કા ખાવા પડે છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાને તેમના કામકાજ અંગે અને ટીડીઓની સહી માટે ચોટીલા જવુ પડે છે. આથી સમય અને નાણાનો ખોટો વ્યય થાય છે. ત્યારે ચોટીલા તાલુકા વિકાસ અધિકારી અઠવાડીયામાં બે-ત્રણ દિસનો સમય થાન ફાળવે તેવી માંગ ઉઠી છે.

થાન તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી લાંબી રજા પર હોઇ થાન તાલુકાનો ચાર્જ ચોટીલા ટીડીઓને આપવામાં આવ્યો છે. આથી ગ્રામ્ય વિસ્તારના અરજદારોને તેમના કામ અંગે અને ટીડીઓની સહી લેવા ચોટીલાના ધક્કા થાય છે. તેના કારણે સમય અને નાણાનો વ્યય થાય છે. આથી ચોટીલા ટીડીઓ અઠવાડીયામાં બે-ત્રણ દિવસ થાન આવે તેવી માંગણી કરાઇ છે.

અંગે કરશનભાઇ, જીવાભાઇએ જણાવ્યુ કે, તરણેતર અને સરોડી જુવા ગામડા 10 થી 12 કિલોમીટર દૂર છે. અને ત્યાંથી આવતા અરજદારોને તેમના દાખલા માટે કે અન્ય કામ માટે થાન ટીડીઓ ગેરહાજર હોવાથી ચોટીલા ટીડીઓની સહી માટે જવુ પડે છે. અને આખો દિવસ તેમાં નીકળી જાય છે. હાલ ઘઉંની સીઝન હોવાથી પાકનું પણ ધ્યાન રાખવાનુ હોવાથી અમારા દિવસો બગડે છે. તેથી નુકશાની ભોગવવી પડે છે. આથી અમારો સમય અને પૈસાનો વ્યય થાય છે. તેથી અમારી માંગણી છે કે, ચોટીલા ટીડીઓ અઠવાડીયામાં બે-ત્રણ દિવસ થાન ફાળવે તે જરૂરી છે.

અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.જી.પટેલે જણાવ્યુ કે, ચોટીલા ટીડીઓને બાબતે સૂચના આપીને અઠવાડીયે એક દિવસ થાન ફાળવવા માટે જણાવવામાં આવેલ છે.

અઠવાડીયામાં બે-ત્રણ દિસનો સમય થાન ફાળવે

અન્ય સમાચારો પણ છે...