• Gujarati News
  • માનસિક અસ્થિર બહેનને સારવાર આપી હોસ્પિટલ પહોંચાડાયા

માનસિક અસ્થિર બહેનને સારવાર આપી હોસ્પિટલ પહોંચાડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનસિક અસ્થિર બહેનને સારવાર આપી હોસ્પિટલ પહોંચાડાયા

ચોટીલા |ચોટીલામાં માનસિક અસ્થિર બહેન બેઠા હોવાની જાણ થતા કાઉન્સીલર હેતલબેન ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે 181ના ધર્મિષ્ઠાબેન પટેલે પોલીસ મથકમાંથી અરજી લઇ હોસ્પિટલમાંથી માનસીક અસ્થિર હોવાનું પ્રમાણપત્ર લઇ બહેનને ચોટીલા મેજીસ્ટ્રેટ સામે રજૂ કર્યા હતા. ત્યારબાદ ધર્મિષ્ઠાબેન અને કોન્સ્ટેબલ જાગૃતિબેને માનસીક અસ્થિર બહેનને ચાંગોદર 181 વાનને સોંપ્યા હતા. જયાંથી તેમને અમદાવાદ મેન્ટલ હોસ્પિટલ લઇ જવાયા હતા.