• Gujarati News
  • સાણંદમાં મહારાણા પ્રતાપની ૪૭૪મી જન્મજયંતી ઉજવાશે સાણંદ

સાણંદમાં મહારાણા પ્રતાપની ૪૭૪મી જન્મજયંતી ઉજવાશે સાણંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં મહારાણા પ્રતાપની ૪૭૪મી જન્મજયંતી ઉજવાશે સાણંદ મહારાણા પ્રતાપની જયંતી નિમિતે ાત્રિય સમાજના યુવાનો, અગ્રણીઓ શનિવારે સવારે ૮ કલાકે કેસરી સાફામાં સજજ થઇને બાઇક રેલી યોજશે. જે રેલી સોમનાથ સ્ટેન્ડથી ગઢીયાથી હોળી ચકલા, ગોહિલ શેરી, નવાવાસથી ઘોડાગાડી સ્ટેન્ડ થઇ ન.પા. ટાઉનહોલમાં સભા સ્વરૂપે ફેરવાશે. ટાઉન હોલમાં ાત્રિય કુલભૂષણ મહારાણા પ્રતાપને પુષ્પાંજલી અર્પણ કરાશે.
બાવળામાં સન્માન કરવામાં આવ્યું બાવળા બાવળામાં અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા માટે દીકરી વધાવોના સંદેશને ઘરે ઘરે પહોંચાડવા માટે નાની નાની દીકરીઓનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી ગીફટ આપી જિ.પં.ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સન્માન કર્યુ હતુ અને દીકરી વધાવોના સંદેશ ઉબરે ઉબરે ગુંજતો કરવા જણાવ્યુ હતુ.
હડદડ ગામે અજાણ્યા શખ્સની લાશ મળી આવી બોટાદ બોટાદ તાલુકાના પાળીયાદ તાબાના હડદડ ગામની સીમમાં આવેલ વિનાયક જીનીંગ ફેકટરીની બાજુમાં બાવળની ઝાડીમાંથી આજરોજ વહેલી સવારે ત્યાંથી હડદડના સુભાષભાઇ ત્રિકમભાઇ જમોડ પસાર થઇ રાાં હતાં ત્યારે એક અજાણ્યા માણસની (૩૦ થી૩૫ વર્ષ)ની બિનવારસી લાશ જોઇ હતી જે બાબતે તાત્કાલિક પાળીયાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દેવપરાની સગીરાને ભગાડી ગયાની રાવ થાન થાન પંથકમાં સગીરાઓને ભગાડી જવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રાા છે. ત્યારે થાનના દેવપરા ગામે રહેતી સગીરાને થાનમાં રહેતો મેહુલ ગોવિંદભાઇ ડાબરીયા કોળી લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તા. ૧૯ મેના રોજ ભગાડીને લઇ ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી આ બનાવની વધુ તપાસ ચોટીલા સીપીઆઇ એચ.એમ.વાળા ચલાવી રાા છે.
ન્યૂઝ ઇનબોકસ