તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલા શહેર કોંગ્રેસ કાર્યાલય શરૂ થાય પહેલાં તોડફોડ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાવિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય બંન્ને પક્ષો વચ્ચે પ્રચાર પ્રસારનું યુદ્ધ જામેલ છે ત્યારે શહેર કોગ્રેસ કાર્યાલય ખુલે તે પહેલા બોર્ડ બેનરની કોઇએ તોડફોડ કરતા ચકચાર મચી છે.

ચોટીલા શહેર કોંગ્રેસ કાર્યાલય ખુલે તે પહેલા પક્ષની પ્રચાર પ્રસાર સામગ્રીથી શણગારવામાં આવેલ હતું. પરંતુ રાત્રી દરમિયાન કોઈએ તોડફોડ કરી હતી. જેથી કોંગ્રેસી કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઇ હતી. અને બનાવ અંગે પોલીસને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે. બનાવ બાબતે કાર્યાલયની આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરાતા રાત્રીના સમયે એક બ્લેક કલરની કારમાંથી એક શખ્સ ઉતરી તોડફોડ કરતો નજરે પડેલ છે. પરંતુ સ્પષ્ટ ચહેરો કે કારનો નંબર દેખાતો નથી. બાબતે ચોટીલા પીએેસઆઇ કે.કેક.લોતરાએ જણાવ્યું કે સીસીટીવી કેમેરાના આધારે તોડફોડ કરનાર શખ્સની ઓળખ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. તેમજ કોઇ અનિચ્છનીય બનાવન બને તે માટે પોલીસ પેટ્રોલીંગ સધન બનાવવામાં આવશે.

ચોટીલા શહેર કોંગ્રેસ કાર્યાલય શરૂ થાય પહેલા તોડફોડ થતા ચકચાર મચી.

ટીખળખોરનું કારસ્તાન કે અન્ય કંઇ, ચાંપતા બંદોબસ્તની માંગ

અન્ય સમાચારો પણ છે...