તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા ખેલમહાકુંભની તૈયારીઓ વચ્ચે 40 શાળાઓ મેદાન વિહોણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળીના સુજાનગઢ ગામે શાળા ધો. 1થી 8 માટેની : વર્ગ ખંડ માત્ર 5. !

સુજાનગઢગામે પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી ઓરડાની મૂશ્કેલી હતી. જ્યારે જૂના ઓરડા પાડી દેવાતા હાલમાં 150થી વધારે ધો. 1થી 8નાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ઓરડા ઓછા હોવાથી વિદ્યાર્થીઓને નછૂટકે ભેગા બેસાડવામાં આવે છે. અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવ્યાનું સરપંચ જણાવી રહ્યાં છે.

મૂળી તાલુકાની અનેક પ્રાથમિક શાળાઓ આજેય વિકાસ ઝંખી રહી છે. તંત્ર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ થકી લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. ત્યારે મૂળીના છેવાડાના ગામોમાં શાળાના બાળકોને અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે. સુજાનગઢ પ્રાથમિક શાળામાં છેલ્લાં ઘણાં સમયથી ઓરડા જર્જરિત થતા બાળકો ભય નીચે અભ્યાસ કરતા હતા. અને આથી સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા મહિના પહેલા જર્જરિત ઓરડા પાડી દેવાયા છે. પરંતુ નવા ઓરડા બનતા હાલમાં ધો. 1થી 8ના 150થી વધારે બાળકો માત્ર રૂમમાં અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં ઓફિસ, કમ્પ્યૂટર રૂમ, ઓફિસ બધુ ભેગુ ચલાવવામાં આવી રહ્યું છે. આથી બાળકોને અગવડતા ભોગવવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા નવા ઓરડા બનાવવામાં આવે તેવી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માંગ કરી રહ્યાં છે. અંગે સરપંચ ભૂપતભાઈ ઉદેશાએ જણાવ્યું હતું કે, રૂમ ઓછા હોવાથી અનેક સમસ્યા ભોગવવી પડી રહી છે. અંગે નવા ઓરડા બનાવવા અંગે ઠરાવ પણ કરાયા છે. તેમ છતાં હજુ સુધી રૂમ મંજૂર કરવામાં આવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

સુજાનગઢ પ્રાથમિક શાળામાં રૂમ ઓછા હોવાથી વિદ્યાર્થીઓને ભેગા બેસી અભ્યાસ કરવો પડે છે. તસવીર-જયદેવગોસ્વામી

ચોટીલાની સરકારી શાળામાં રમતગમત માટે મેદાન નથી. છાત્રોને રિશેષમાં વર્ગખંડમાં બેસી રહેવું પડે છે. -પંકજ શાહ

ઝાલાવાડની ગ્રામ્ય શાળાઓની વાસ્તવિકતા | પ્રવેશોત્સવની ગુલબાંગ ને ઓરડાની અછત, રમશે ગુજરાત પણ મેદાન ક્યાં ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો