• Gujarati News
  • ચોટીલા કોંગ્રેસમાં ભડકો:131 સભ્યોનાં રાજીનામા

ચોટીલા કોંગ્રેસમાં ભડકો:131 સભ્યોનાં રાજીનામા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાતાલુકામાં પ્રમુખ સહિત સંગઠનની નવી જાહેરાતો થઇ છે. ત્યારે ચોટીલા કોંગ્રેસમાં રાજકીય ભડકો થયો છે. જેમા ચોટીલા તાલુકા કોંગ્રેસ સમિતિનાં હોદેદ્દારો સહિત 131 સભ્યોએ સામૂહિક રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. ચોટીલામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના સદસ્યોના રાજીનામાથી રાજકીય નવાજૂનીનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજયભરમાં સંગઠ્ઠનમાં ફેરફારની શરૂઆત કરી છે. જેમાં ચોટીલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે આંબાભાઈ ઓળકીયાની વરણી કરાઇ હતી. ઉપરાંત ચોટીલા કોંગ્રેસમાં સંગઠનમાં ફેરફારનો દૌર શરૂ થયો છે. ત્યારે ચોટીલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, કાર્યકારી ચોટીલા શહેર પ્રમુખ, તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયત ખેરાણા સીટનાં સભ્ય, ચોટીલા તાલુકા પંચાયતનાં ત્રણ સભ્યોએ રાજીનામા આપતા ગરમાવો ફેલાયો છે. જયારે તાલુકા કોંગ્રેસનાં બે મહામંત્રીઓ, તાલુકા કોંગ્રેસનાં ચાર ઉપપ્રમુખો, ચાર મંત્રીઓ, ખજાનચી, 21 કારોબારી સભ્યો સહિત તાલુકા કોંગ્રેસ સમિતિનાં બૂથ સમિતિનાં 131 સભ્યોએ સામૂહિક રાજીનામાં ધરી દેતા ચોટીલા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. અંગે ચોટીલા કોળી સમાજની ધર્મશાળામાં ચોટીલા શહેર કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ રૂત્વિકભાઈ મકવાણાનાં માર્ગદર્શન નીચે બેઠકનું આયોજન થયુ હતું.

બેઠકમાં વિવિધ વક્તાઓએ જણાવ્યું હતું કે, અમારી સાથે વિશ્વાસઘાત થયો હોય તેવુ અનુભવી છીએ. અન્ય કોઇ કાર્યકર્તાને તક આપવાના બદલે પાર્ટીએ ડાયરેકટ નિમણૂંક આપવાનું પસંદ કર્યુ છે. જે પક્ષની મજબૂરી કે કોઇ શંકાસ્પદ વ્યવહાર દર્શાવે છે. આથી સામૂહિક વિરોધ દર્શાવવા પક્ષમાંથી સામૂહિક ધોરણે રાજીનામા આપવાનો નિર્ણય લઇએ છીએ.

ચોટીલા તાલુકાકાર્યકારી કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ મેટાળીયા

ચોટીલાશહેરકાર્યકારી કોંગ્રેસ પ્રમુખ રૂત્વિક એલ.મકવાણા

જિલ્લાપંચાયતસભ્ય (ખેરાણા સીટ) રતુબેન એસ.બાવળીયા

ચોટીલાતાલુકાપંચાયત સભ્ય સમુબેન પી.માલકીયા

ચોટીલાતા.પં.વિરોધપક્ષનાનેતા સભ્ય ગોરધનભાઈ ચૌહાણ

ચોટીલા.તાલુકાપંચાયતસભ્ય ગવુબેન જી.ચાવડા

જિલ્લાકોંગ્રેસસમિતિ અ.જાતિ ઉપપ્રમુખ પ્રવિણભાઈ બથવાર

ભાજપમાંભળવાનો આગામી બેઠક બાદ નિર્ણય થશે

ચોટીલામાંનારાજકોંગ્રેસી આગેવાનોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કોંગ્રેસમાંથી રાજીનામા ધરી દેનાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે, હાલ અમોએ કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામુ આપ્યુ છે. ભાજપમાં ભળવા માટે આગામી બેઠક બાદ શુ કરવુ તે નિર્ણય કરવામાં આવશે.

કયા કયા હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

ચોટીલા શહેરતથા તાલુકા કોંગ્રેસ હોદ્દેદારો, કાર્યકરોની યોજાયેલ બેઠકમાં સામૂહિક રાજીનામા અપાયા હતા. પંકજ શાહ

રાજકારણ|ચોટીલામાં યોજાયેલી બેઠકમાં તાલુકા પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત બૂથસમિતિના સભ્યોનો સામૂહિક વિરોધ