તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુઓમાં ખરવા-વલોનો રોગચાળો વકર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાતાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો, ખેડૂતોનાં માલઢોરમાં ખરવા તથા વલોનાં રોગચાળાએ ધીરે ધીરે પ્રસરવાની શરૂઆત કરતાં માલધારીઓ અને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

ચોટીલા પંથકનાં ગામડાઓની રોજીરોટીનો મુખ્ય આધાર ખેતીકામ અને પશુપાલન છે. ત્યારે ચોટીલાના સાંગાણી, જશાપર, નાના પાળિયાદ સહિતના ગામોમાં માલધારીઓ, ખેડૂતોનાં પશુઓમાં ખરવા તથા વલો નામનો રોગચાળાએ માથુ ઉંચકતા પશુપાલકોમાં ચિંતા ફેલાઇ છે. સાંગાણી ગામના સતાભાઇ જાગાભાઈ વકાતર નામના પશુપાલકે જણાવ્યું હતું કે, ગામના અનેક પશુઓમાં વલો રોગની શરૂઆત થઇ છે. રોગચાળો ગાયમાં અત્યારે વધુ જોવા મળી રહ્યો છે. વલો રોગના કારણે ગાયનાં બંને આગલા પગ જકડાઇ જાય છે અને ખોટા પડવા લાગે છે. જ્યારે ખારવામાં પાછળનાં પગની ખરીઓમાં જીવાત પડવાની શરૂઆત થઇ જાય છે. નાના પાળિયાદ ગામના ગોવિંદભાઈ જોગરાણા તથા જસાપર ગામના લીંબાભાઈ ગમારાએ જણાવ્યું હતું કે, ચોટીલાના ગામડાઓમાં પશુઓમાં ફેલાયેલા રોગચાળા અંગે સર્વે કરાવી રસીકરણ કરવાની ખાસ જરૂર છે. નહીં તો અમે અમારા કિંમતી પશુઓ ગુમાવી દઇશુ. જ્યારે અંગે ચોટીલા પશુ દવાખાના પશુચિકિત્સક ડો. પી.કે.મોદીએ જણાવ્યું હતું કે, પશુઓનાં રોગ માટે વેકસીન આવી ગઇ છે. જે પશુપાલકો માંગણી કરશે તેને ત્યાં અમારી ટીમ જઇને રસીકરણ જરૂર કરી આપશે.

પશુપાલકોમાં ચિંતા : વલોના કારણે ઢોરના બંને આગલા પગ જકડાઇ જાય, જ્યારે ખારવામાં પાછળનાં પગની ખરીઓમાં જીવાત પડવાની શરૂઆત થાય છે

ખરવાના રોગથી ગાયના પાછળના પગને થયેલી અસર. તસવીર-પંકજશાહ

ચોટીલા પંથકના ગામડાઓમાં સર્વે કરી રસીકરણ કરવા પશુપાલકોની માંગ

અન્ય સમાચારો પણ છે...