તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો બોલો હવે મૂળી-ચોટીલા હાઈવે પરના સૂચક બોર્ડની તોડફોડ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી-ચોટીલાહાઇવેપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજારોના ખર્ચે સૂચક બોર્ડ મુકવામાં આવ્યા છે. પરંતુ અહીં આસપાસના આવારા તત્વો દ્વારા બોર્ડને તોડી ફોડી નંખાયા છે. આથી તંત્ર દ્વારા નવા બોર્ડ મુકવામાં આવે અને તોડફોડ કરનાર તત્વો સામે પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.

મૂળી-ચોટીલા હાઇવે પરથી પસાર થતા મુસાફરોને સરળતા રહે તે માટે તેમને કોઇ વિસ્તાર અંગે પુછવુ પડે તે માટે સરકાર દ્વારા ઠેર-ઠેર સૂચકબોર્ડ મુકવામાં આવ્યા છે. પરંતુ સૂચક બોર્ડ આવાર તત્વો માટે જાણે તોડી પાડવા માટે રેઢુ પટ મેદાન મળ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. સૂચક બોર્ડ કાર્યપાલકની કચેરી દ્વારા હજારોના ખર્ચે મુકવામાં આવ્યા છે.

પરંતુ સૂચક બોર્ડ આસપાસના ગ્રામ્યવિસ્તારના આવારા તત્વો દ્વારા તોડી-ફોડીને કચ્ચરધાણ વાળી દેવામાં આવ્યો છે. અંદાજે 5 થી વધારે સૂચક બોર્ડને તોડી પડાતા અહીંથી પસાર થતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૂચક બોર્ડ તંત્ર દ્વારા યોગ્ય કરાય અને આવારા તત્વો સામે કડક પગલા લેવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે. અંગે વાહન ચાલકો અનિલભાઇ, વિપુલભાઇ, ચંદુભાઇ, સહિતનાઓએ જણાવ્યુ કે તંત્ર દ્વારા મુકવામાં આવેલ સૂચક બોર્ડ આવારા તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ કરાઇ છે.

આવારા તત્ત્વો દ્વારા હજારોના ખર્ચે તૈનાત પાંચથી વધુ બોર્ડને નુકશાન

અન્ય સમાચારો પણ છે...