ચોટીલાના પિયાવા શાળાના બાળકો દ્વારા દાંડીયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનાઆઝાદીના ઇતિહાસમાં અમરત્વ પામેલ દાંડીયાત્રાની યાદ ચોટીલા તાલુકાના પિયાવા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો તાજી કરી દાંડીયાત્રા કાઢી હતી. 12 માર્ચ 1930ના દિવસે અંગ્રેજ હકુમત સામે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી દ્વારા દાંડીયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે પિયાવાની શાળાના બાળકોએ ગાંધીજીની વેશભૂષામાં ગામમાં દાંડીયાત્રા કાઢી મીઠાના કાયદા ભંગની વાસ્તવિકતા રજુ કરી હતી. બાળકોને શાળાના આચાર્ય દીપકભાઇ પરમાર તથા શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...