તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31વર્ષ પહેલા બગોદરા પુલ નીચેથી એસ.ટી. બસ પટકાતા ચોટીલાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

31વર્ષ પહેલા બગોદરા પુલ નીચેથી એસ.ટી. બસ પટકાતા ચોટીલાના જૈન સેવાભાવીનું મોત થયુ હતુ. ત્યારે મૃત્યુ પહેલા તેઓની અંતીમ ઇચ્છા સીગારેટ પીવાની પૂર્ણ થયા બાદ તેઓનું મોત થયુ હતુ. આથી સ્થળે બનેલી નાનકડી દેરીએ ટ્રકચાલકો આજે પણ સીગારેટ મૂકી તેઓને શ્રધ્ધાંજલી અર્પે છે.

ચોટીલામાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા ધીરજલાલ નાનાલાલ શાહ સેવાની મૂર્તિ હતા. કોઇ દર્દીને રાજકોટ હોસ્પિટલ લઇ જવા હોય કે કોઇને ત્યાં અવસાન થયુ હોય તો સદ્દગૃહસ્થની સેવાકીય પ્રવૃતિથી તેઓએ લોકચાહના મેળવી હતી. ત્યારે તા. 8-12-1995ના રોજ થાનથી અમદાવાદ જતી એસ.ટી.બસ બગોદરા પુલ નીચેથી નીચે ખાબકી હતી. જેમાં સવારી કરનારા ધીરજલાલ આખરી શ્વાસ લેતા હતા ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલક અલુભાઇ સંધી અને ધીરૂભા ઝાલા પાસેથી સીગારેટની માંગણી કરી હતી. સીગારેટ પીધા બાદ ધીરજલાલે પ્રાણ ત્યજી દીધા હતા. આથી સ્થળે નાની દેરી બનાવાઇ હોવાનું મૃતકના પુત્ર રાજુભાઇ શાહે જણાવ્યુ હતુ. જયાં આજે પણ પસાર થતા ટ્રક ચાલકો સીગારેટ મૂકીને તેઓને શ્રધ્ધાંજલી આપે છે. જોકે કોઇ અંધશ્રદ્વાની નહીં પણ શ્રધ્ધાંજલી આપવા ખાતર સીગારેટ મૂકે છે.

અન્ય સમાચારો પણ છે...