તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાનગઢના ત્રણ રસ્તા પાસે બમ્પ મૂકવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાદિવસે દિવસે વસ્તી તેમજ વાહનોની દ્રષ્ટિએ સતત વધતુ જાય છે. ત્યારે શહેરમાં હજારો બાઇકો લોકો પાસે છે. તેવા સમયે શહેરના થાન રોડ ત્રણ રસ્તા પાસે રોડમાં ખાડો હોવાથી અને ત્રણ રસ્તા ભેગા થતા હોવથી જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી વિસ્તારના દુકાનદારો કરી રહ્યાં છે.

ચોટીલાની વસ્તી દિવસે વધે તેટલી રાત્રે વધે છે. ત્યારે શહેરમાં વાહનો પણ ખૂબ વધ્યા છે. ત્યારે અહીંના થાન રોડ ત્રણ રસ્તા પાસે મહાકાળી માતાના મંદિર આસપાસ સ્પીડબ્રેકરની ખાસ જરૂરિયાત ઉભી થઇ છે.

રોડ પર એક તરફ થાન તરફથી બીજી બાજુ રામચોક રોડ તરફથી અને ત્રીજી બાજુ તાલુકા પંચાયત બાજુથી આવતા વાહનો પૂરપાટ ગતિમાં આવતા ભેગા થાય છે. આવા સમયે અકસ્માતનો સતત ભય રહે છે. જ્યારે રોડ પણ બિસમાર થઇ ખાડા પડી ગયા હોવાથી ખાસ કરીને સાંજે જ્યારે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય શાળાએ છૂટતા બાળકો સાયકલ ઉપર નીકળે ત્યારે અકસ્માતની સંભાવના વધી જાય છે.

બાઇકચાલકો પણ સ્લીપ ખાઇ જતા હોય છે. વિસ્તારના વેપારી હરેશભાઈ ચાંવે જણાવ્યું હતું કે, અહીં સ્પીડબ્રેકર મૂકવા ઘણા મહિનાઓ પહેલા પણ રજૂઆત કરેલ છે. રોડ મરામત કરી સ્પીડબ્રેકર મૂકવુ ખાસ જરૂરી છે. જ્યારે અંગે ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે, નાગરીકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અને શહેરનાં જે રોડ ઉપર પણ અકસ્માતની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર છે ત્યાં તમામ જગ્યાએ સ્પીડ બ્રેકરો મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...