તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઠ દિવસથી ગૂમ બે ભાઇ મળી આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવાડવાથીઅભ્યાસ કરવા ચોટીલા જવા માટે ટુકડો બસમાં બેસાડેલા બે ભૂલકાઓ સાત આઠ દિવસથી ચોટીલા શાળા કે હોસ્ટેલ પહોંચ્યા હતાં. જેના કારણે પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. પણ અંતે બંને ભાઈઓ કુવાડવા ચોકડી પાસેથી મળી આવતા પરિવારજનોમાં હર્ષ ફેલાયો હતો.

રાજકોટ જિલ્લાનાં મેસાવડા ગામના કાનજીભાઈ પરમારનો પુત્ર અલ્પેશ તથા તેના નાના ભાઈ મયૂરને તેના વાલીઓએ અભ્યાસ કરવા ચોટીલા શાળા તથા હોસ્ટેલમાં એડમીશન અપાવ્યું હતું. આથી બંને બાળકોનાં પિતાએ તેમને સાત આઠ દિવસ પહેલા કુવાડવાથી ચોટીલા અભ્યાસ કરાવવા ટુકડો બસમાં બેસાડી મોકલ્યા હતાં. પરંતુ બંને ભાઈઓ ચોટીલા પહોંચતા તેના પરિવારજનોમાં ખૂબ ચિંતા ફેલાતા દોડધામ શરૂ કરી હતી. અંતે બંને બાળકો અલ્પેશ તથા મયૂર શુક્રવારે બપોરે કુવાડવા ચોકડી પાસેથી મળી આવ્યાનું જાણવા મળ્યુ છે. બંને બાળકોને અભ્યાસ કરવામાં ખૂબ કંટાળો આવતો હોવાથી બાળમાનસે બંડ પોકાર્યુ હતું. અને ચોટીલા શાળાએ જવા માટે બસમાંથી ઉતર્યા હતાં. જ્યારે અંગે બાળકોનાં મામા લાલજીભાઈ વાઘેલાએ જણાવ્યું કે, બંને બાળકો શુક્રવારે કુવાડવાનાં ચોકડીથી હેમખેમ મળી આવ્યા છે. અત્યારની પેઢીના બાળકોનાં મન અભ્યાસનાં બદલે રમતગમતમાં હોય ત્યારે આમ પગલા ભરે છે.

અભ્યાસથી કંટાળ્યા|રાજકોટથી નીકળેલા બે ભાઇઓ ચોટીલા પહોંચ્યા

અન્ય સમાચારો પણ છે...