તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Chotila
  • ચોટીલામાં ચીફ ઓફિસર ન હોવાથી વહીવટી કામ ખોરંભે ચડતાં ભૂગર્ભ ગટરો ઉભરાઇ: ચેરમેન

ચોટીલામાં ચીફ ઓફિસર ન હોવાથી વહીવટી કામ ખોરંભે ચડતાં ભૂગર્ભ ગટરો ઉભરાઇ: ચેરમેન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા શહેરમાં ગંદકી દૂર કરવા રાજય સરકારે ભુગર્ભ ગટર યોજના શરૂ કરી હતી. પરંતુ પ્લાન એસટીમેન્ટ મુજબ કામ નહી થતા વર્તમાન સ્થિતિ એવી ઉદભવી છે. કે શહેરમાં વગર ચોમાસે ઠેર ઠેર જતા ગટરના પાણી ગંદકી સાથે રોગચાળાનો ભય લોકોને સતાવે છે.

ચોટીલા શહેરમાં બે વર્ષ સુધી ભુગર્ભનું મેન્ટેનન્સ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરાતું જે સમય મર્યાદા પૂર્ણ થતા હાલ અનેક વિસ્તારોમાં ભુગર્ભનાં ગટરના ગંદા પાણી ઉભરાયને વગર વરસાદનાં પાણી રેલાવે છે. ચોમાસા પહેલા જ કેટલાય વિસ્તારમાં આ સમસ્યા સર્જાય છે. અને લોકોએ પાલિકાને પણ રજૂઆત કરી છે ત્યારે શહેરમાં ગંદકી સાથે રોગચાળો ગટરનાં પુર ફેલાવે તે પહેલા જવાબદારોએ પગલા લેવા જોઇએ તેમ સોકતભાઇ ધંટીવાળાએ જણાવ્યું છે, વગર વરસાદે આ સ્થિતિ છે તો ચોમાસામાં કેવી વિકટ સ્થિતિ પેદા કરશે તેવો લોકોમાં સવાલ છે.આ અંગે નગર પાલિકાના કારોબારી ચેરમેન છબીલભાઇ વાધેલાએ જણાવ્યુ કે પાલીકામાં ચીફ ઓફિસર હતા નહી, વહીવટી કામ ખોરંભે પડ્યુ હતું. સોમવારે ચીફઓફિસર જે.એલ.ધાડવીએ ચાર્જ સંભાળ્યો છે. અમે ગટરના છલકાવાની સમસ્યા હલ કરવા કામનો આરંભ કર્યો છે. આની પાછળ નબળી કામગીરી જવાબદાર છે જેથી અમે આ યોજનાં સંભાળી જ નથી કલેકટર સુધી રજૂઆત કરી છે. તેમજ કોન્ટ્રાક્ટરની ડીપોઝીટ છુટ્ટી ન કરવા લેખીત અપ્યુ છે.

ચોટીલામાં ભૂગર્ભ ગટર છલકાતાં રસ્તા પર ગંદું પાણી ફરી વળ્યું.

અન્ય સમાચારો પણ છે...