તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદપુર રોડ પર નાળાની એક બાજુની દિવાલ તૂટતાં પરેશાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાનાદરરોજ હજ્જારો લોકો અને સેંકડો વાહનોથી ધમધમતો આણંદપુર રોડ છે. ત્યારે નવા યાર્ડથી થોડે દુર આવેલ નાળાની એક બાજુની દિવાલ પાદર થઇ ગઇ છે.આથી અહીં દિવાલ તુર્તજ નવી બનાવવાની માંગણી ઉઠી છે.

ચોટીલાના આણંદપુર રોડ પર ચોબારી, ધરમપુર, પાંચવડા, લાખણકા, પિયાવા, સણોસરા, આણંદપુર, તાજપથી છેક જસદણ, વીંછીયા સુધીના હજ્જારો લોકોની અવર જવર રહે છે. ત્યારે ચોટીલાના નવા માર્કેટ યાર્ડ થી થોડે આગળ રોડ પર આવેલ નાળાની એક બાજુની આખી દિવાલ ઘણાં સમયથી તુટી ગઇ છે ત્યારે રાતે અંધારામાં ખાસ કરીને નાના વાહન ચાલકોને અકસ્માતનો ભય ઉભો થયો છે. અંગે કોગ્રેસ બક્ષીપંચ જીલ્લા મહામંત્રી દેવકરણભાઇ જોગરાણાએ જણાંવ્યું કે નાળાની એક બાજુની આખી દિવાલ સાવ તૂટી ગઇ છે. આથી દિવાલ નવી બનાવવાની ખાસ જરૂર છે. અંગે ચોટીલા પી.ડબલ્યુ.ડી. કચેરીના અધિકારી આર.વાય.ધોળકીયાએ જણાંવ્યું કે નાળાની દિવાલ નવી બનાવવા દરખાસ્ત કરી છે. આગામી સમયમાં નવી દિવાલ બનાવી નાંખવામાં આવશે.

હજ્જારો વાહનોથી ધમધમતાં ચોટીલાના આણંદપુર રોડ ઉપર નાળાની એક બાજુ દિવાલ નથી.

નાળાની મરામત કરવા તંત્રમાં દરખાસ્ત કરાઇ

સંરક્ષણ દિવાલ હોવાથી અકસ્માતનો ભય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો