તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલામાં તંગી: પશુઓને પાણી પાવાનું મુશ્કેલરૂપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાપંથકમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદ પડયો છે. આથી પાણીની સમસ્યા વકરી રહી છે. આથી ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનાં ખેડૂતો, પશુપાલકોનાં વહાલા માલઢોરને પાણી પાવાનું મુશ્કેલ બન્યુ છે.

ચોટીલા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદની અછત જોવા મળી છે. પંથકનાં ગામડાઓનાં પશુપાલકો માટે આધારરૂપ પશુઓને પાણી પાવાનું કામ મુશ્કેલ બન્યુ છે. ચોટીલા પંથકનાં ડાકવડલા, શેખલીયા, બામણબોર, ગારીડા, નવાગામ(બા), રાજપરા, કાબરણ, રામપરા(રાજ), પીપળીયા(ધા), ખાટડી, આંકડીયા સહિતના ગામોમાં ઉનાળામાં પીવાના પાણીની કટોકટી સર્જાઇ હતી. જેમાં નર્મદાના પાણીના ટેન્કર ચાલુ કરવામાં આવ્યા હતાં.

ત્યારે ચોમાસામાં અપૂરતો વરસાદ થતા ચોટીલાના ઠાંગા પંથકનાં ગામોમાં અત્યારે માલઢોરને પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. અંગે શેખલીયા ગામના સરપંચ દુદાભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગામમાં અમે ખેડૂતો ક્યાંય પાણીના ખાડા ભર્યા હોય તેમાંથી પાણી પીવડાવી છીએ. જ્યારે અનેક ગામોમાં પશુપાલકો, ખેડૂતો નર્મદાના ટેન્કર પસાર થાય ત્યારે રસ્તામાં પીપડા મૂકે છે. ટેન્કરમાંથી પાણી ભરી, અવેડા ભરી ગાય, ભેંસ, ઘેટા,બકરાઓને પાણી પાવાની સગવડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સીમમાં ભરેલા ખાડામાંથી પાણી પાવંુ પડે છે

અન્ય સમાચારો પણ છે...