નરેગાના નાણાં ઉચાપત કર્યાની અરજી કરતા ઉપસરપંચે ‘માર્યા’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાતાલુકાના પાંચવડા ગામમાં નરેગાની યોજનાના નાણા બાબતે અરજી કરાઇ હતી. બાબતે પાંચવડા ગામના ઉપસરપંચે ગામના બે ભાઇઓ અને પિતા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આથી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

ચોટીલાના પાંચવડા ગામમાં રહેતા તથા ખેતીકામ કરતા લાલજીભાઇ વીહાભાઇ મેટાલીયા, નાનાભાઇ હરેશભાઇ ગામની શાળા પાસે બેઠા હતા. ત્યારે ગામના ઉપસરપંચ ચતુરભાઇ માનસીંગભાઇ કોળીએ તમારૂ કામ છે. આવો તેમ કહી બોલાવી તેમના સહિતનાઓએ થોડે દૂર ઢસડી જઇને ધોકાપાઇપથી માર માર્યો હતો. બનાવની જાણ થતા યુવાનોના પિતા વીહાભાઇ સામતભાઇ છોડાવવા આવતા વીહાભાઇને પણ ચતુરભાઇ, ધીરૂભાઇ માનસીંગભાઇ, બુધાભાઇ ધીરૂભાઇ, મથુરભાઇ વીરજીભાઇ, વીરજીભાઇ માનસીંગભાઇ, નિર્મળ ધીરૂભાઇ તથા વલ્લભભાઇ માનસીંગભાઇ સહિતનાએ માર માર્યો હતો. આથી પુત્રો તથા પિતાને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બંન્ને ભાઇના કહેવા મુજબ નરેગા યોજનાના નાણા ઉપસરપંચ ચતુરભાઇએ આપ્યા હોઇ અંગે તેમની વિરૂધ્ધ પોતાના મોટાભાઇએ અરજી કરી હતી. જેનો ખાર રાખીને હુમલો કર્યો હતો. અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના કર્મી દ્વારા ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલાના સેકન્ડ પી.એસ.આઇ વાય.એમ.ગોહિલ તથા જુવાનસિંહ સોલંકી રાજકોટ ધસી ગયા હતા.

પુત્ર-પિતા પર હુમલો : સારવાર અર્થે રાજકોટ ખસેડ્યા

ભ્રષ્ટાચાર|ચોટીલા તાલુકાના પાંચવડા ગામની ઘટના

અન્ય સમાચારો પણ છે...