તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી જિલ્લા ભાજપની 3 દિવસીય પ્રશિક્ષણ શિબિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીજિલ્લા ભાજપ માટેની પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ શિબિર આગામી તા. ૨૯ થી ૩૧ દરમિયાન ચોટીલા ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોટીલાના અતિથીગૃહ ખાતે યોજાનારી ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં ડે એન્ડ નાઈટ ૪૮ કલાક સુધી સતત ચાલશે. જેમાં વર્ગોમાં ભાજપ સંગઠનને વધુ મજબુત બનાવવા પર ભાર મુકવા અને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. મોરબી જિલ્લા ભાજપના સંગઠન માટેની શિબિરમાં રાજ્યના સીએમ આનંદીબેન પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેવી માહિતી પણ ભાજપના સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

ચોટીલા ખાતે યોજાનારી જિલ્લા ભાજપ માટેની પ્રશિક્ષણ શિબિરમાં રાજ્યના કેબીનેટ મિનીસ્ટર અને અન્ય પ્રદેશ ભાજપના આગેવાનો જિલ્લા સંગઠનના હોદેદારોને તાલીમ આપશે જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે બે વર્ષમાં કરેલા વિકાસના કામો, છેવાડાના માનવીઓના વિકાસ માટે બનાવેલી યોજનાઓ, જનહિત માટેની યોજનાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કાર્યકરોને જાગૃત કરવામાં આવશે અને સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી લઇ જવા પર ભાર મુકવામાં આવશે. શિબિરમાં મોરબી જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહેશે.

તા. 29થી 31 દરમિયાન ચોટીલામાં આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો