ચોટીલા - થાનગઢના 17 ગામડાઓમાં લોકો માટે નવા પંચાયત ઘરનું લોકાર્પણ

ગ્રામપંચાયતનાં સરપંચો અને તલાટીઓને તકતી એનાયત કરાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:21 AM
ચોટીલા - થાનગઢના 17 ગામડાઓમાં લોકો માટે નવા પંચાયત ઘરનું લોકાર્પણ
ચોટીલાનાં મઘરીખડા અને નાની મોરસલ ગામમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ મંત્રી વાસણભાઇ આહિરનાં સ્થાને ઘેટા ઉન વિકાસ નિગમનાં વાઇસ ચેરમેન અમરસીભાઇ ખાભંલીયાનાં અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં 17 ગ્રામપંચાયતોનાં નવા બિલ્ડીંગ લોક ઉપયોગે ગુરૂવારથી કાર્યરત કરવામાં આવ્યા હતા. તેમજ ચોબારી અને કાબરણ ગામે દુધ ડેરી માટે નવા બીએમસી કેન્દ્રનાં લોકાર્પણકરવામાં આવ્યુ હતું.

17 ગ્રામપંચાયતનાં સરપંચો અને તલાટીઓને તકતી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીડીઓ મનિષકુમાર બંસલ, ડેપ્યુટી કલેકટર વી.ઝેડ.ચૌહાણ, માર્ગ મકાન વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેર ઉદયભાઇ દવે, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા. આ સમારંભનાધ અધ્યક્ષ અમરશીભાઈએ સરકારની અનેક યોજનાઓ અને કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસીનાં પસાર કરાયેલ ખરડા અંગે લોકોને માહિતગાર કર્યા હતા. નૂતન પંચાયત ઘરનાં નામે બનેલી ગ્રામપંચાયત કચેરીમાં મીટીંગ હોલ, સરપંચ અને તલાટી ચેમ્બર્સ સાથે કોમ્પ્યુટર રૂમની પણ અલાયદી સુવિધા આપવામાં આવી છે. જેનો લાભ સ્થાનિક ગ્રામ્ય નાગરીકોને મળશે.

X
ચોટીલા - થાનગઢના 17 ગામડાઓમાં લોકો માટે નવા પંચાયત ઘરનું લોકાર્પણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App