ચોટીલા તાલુકા પંચાયતમાં સરપંચો તલાટીની બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | ચોટીલા તાલુકા પંચાયતમાં તાજેતરમાં નવા આવેલા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પી.જે.મહેતાનાં અધ્યક્ષતામાં સોમવારે તમામ સરપંચો અને તલાટીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાથમિક પરિચય વિધી બાદ આગામી દિવસોમાં ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજનાઓને સ્થાનિક કક્ષાએ બહોળી પ્રસિદ્ધિ મળે તે મુજક લોક જાગૃતિ લાવવા સરપંચને અનુરોધ કરાયા હતા. તેમજ સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી સંદર્ભે ગામની અંદરની સ્વચ્છતા સંદર્ભે લોકસહકારથી કામગીરી કરવા તેમજ શાળા પરિસર સહિતને તાકિદ કરવા જણાવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...