તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા ના ગરબા ચાકડે નહી મોલ્ડ બીબામાં બનતા થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડના યાત્રાધામ ચોટીલામાં એક મુસ્લિમ પરિવાર દ્વારા નવા જમાનાના કલાત્મક ગરબા બનાવીને કોમી એકતા સાથે ધાર્મિક ભાઈચારાની લાગણીનો સંદેશો આપે છે. હાલ મુસ્લિમ પરિવારે ગરબાનું ઉત્પાદન કરી હિન્દુ માન્યતા મુજબ ચામુંડા માતાજીને ગરબો ચડાવી વેચાણ શરૂ કર્યુ છે.

નવરાત્રી પહેલાં જ સમગ્ર રાજ્યમાં માતાજીના ગરબાની માર્કેટ શરૂ થઈ જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીની જેમ જ માટીના ગરબાએ પણ તેનું સ્વરૂપ બદલ્યું છે. ચોટીલાના યુવાન મોસીનભાઈ અબ્બાસભાઈ માંડ્કીયા, હમીદભાઈ લોલાડીયા માટલા બનાવાનો વ્યવસાય કરે છે. છેલ્લા એકાદ વર્ષથી આકર્ષક ગરબા બનાવવાનું શરૂ કર્યું છે. હિંદુ સમાજમાં માતાજીના નોરતાનું પ્રતિક કેન્દ્ર અને ગામડાઓમાં આજે પણ નવ દિવસ બહેનોના માથા ઉપર શક્તિ સાથે ભક્તિનું કેન્દ્ર રહેલા ગરબાના વ્યવસાયમાં ચોટીલાના મુસ્લિમ પરિવારે ઝંપલાવ્યુ છે.

કેટલાક વર્ષોથી નવરાત્રીની જેમ જ માટીના ગરબાએ પણ તેનું સ્વરૂપ બદલ્યું છે
ચોટીલામાં એક મુસ્લિમ પરિવાર દ્વારા નવા જમાનાના ગરબા.

5થી 7હજાર નંગ ગરબા બને છે
નવરાત્રિના ચાર માસ અગાઉ પ્રોડક્શન શરૂ થાય છે. જેમાં પાંચથી સાત હજાર નંગ ગરબા બને છે. શ્રાધ્ધ મહિના પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રની માર્કેટમાં વેચાણ શરૂ થાય છે. વેચાણ કરતા પહેલા હિન્દુ પરંપરા મુજબ ચામુંડા માતાજીને ગરબો ચડાવી આ મુસ્લિમ પરિવાર વેચાણ શરૂ કરે છે.

કેવી રીતે બને છે ગરબા
થાનગઢ ની ચાઈના કલેર માટીમાં સોડ સિલીકેટ નું મિશ્રણ કરી બ્લીજીંગ રોલમાં રબડી બનાવી ગરબાના તૈયાર મોલ્ડ (બીબા) માં ઢાળવામાં આવે છે. એક દિવસ તડકે સૂકવવા દેવાય છે પછી ફિનિસીંગ આપી તૈયાર થયેલ કાચા ગરબાને લાકડા કોલસા અને છાણના તાપથી ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. ત્યારબાદ સ્પ્રેકલર અવનવી કલાત્મક ડિઝાઇનો અને ડેકોરેશન કરી ગરબો તૈયાર કરાય છે.

અન્ય સમાચારો પણ છે...