તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરોડીમાં 4 શખ્સોએ યુવાનને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન | થાનના સરોડી ગામના ભના વાલજી કોળીએ સરકારી ખરાબામાં થતી ખનીજચોરી અંગે તંત્રને ફરીયાદ કરી હતી. આ બાબતનું મનદુખ રાખી દિનેશ નરસિંહ, મેપા પ્રેમજી, સુરા ટપુ, જીતેન્દ્ર પેમા સહીતનાઓએ એકસંપ કરી ભના કોળી પર હુમલો કરી ઇજા પંહોચાડી હતી. આ અંગે ભના કોળીએ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ પલાસ ચલાવી રહ્યાં છે.

ચોટીલાના મફતીયાપરામાં જુગાર રમતા છ ઝડપાયા
ચોટીલા | ચોટીલા પોલીસને મફતીયાપરા વિસ્તારમાં કેટલાક યુવાનો જાહેર ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસે દરોડો કરી લાખાભાઇ રામજીભાઇ નાદોડીયા, રાજુભાઇ પુજિભાઇ રૂદાતલા, દિપકભાઇ પોપટભાઇ વાધરોડીયા, મુન્નાભાઇ વિઠ્ઠલભાઈ સારલા, સંજયભાઈ સોમાભાઈ સારલા, અશોકભાઈ ભીમાભાઇ કોરડીયાને રૂ.1900નાં મુદ્દામાલ સાથે પકડી પાડી સામે જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો છે.

વિરમગામ લખતર હાઇવે પર કાર પલટી
લખતર | વિરમગામ-લખતર હાઇવે પર વિરમગામ તરફથી આવતી કાર જ્યોતિપરાખાતે પલ્ટી મારી ગઇ હતી. જેમાં બે વ્યક્તિને ઇજા થઇ હતી. આ અંગે લખતર પોલીસનો સંપર્ક કરતા ફરજ પરનાં અધિકારીએ આ અંગે હજી સુધી કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું.

સતવારા સમાજ દ્વારા લોકડાયરાનું આયોજન
વિરમગામ | વિરમગામ સિદ્ધનાથ મંદિર વાડી ખાતે સતવારા સમાજના ઇષ્ટદેવ સિધ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં 19મી ઓગસ્ટે બપોરે 2 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં બાળ કલાકાર તુલસીબેન રાઠોડ,અરવિંદભાઈ કણજારીયા, હંસાબેન કણજારીયા વગેરેની ટીમ દ્વારા લોકડાયરાની રંગત જમાવશે.

અન્ય સમાચારો પણ છે...