• Gujarati News
  • ચોટીલા હાઇવે બસ સ્ટેન્ડ પર મોબાઇલ ટોઇલેટ વાન ઉઠાવી લેવાતા પરેશાની

ચોટીલા હાઇવે બસ સ્ટેન્ડ પર મોબાઇલ ટોઇલેટ વાન ઉઠાવી લેવાતા પરેશાની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાહાઇવે પર બે એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપર પાલિકા દ્વારા બે મોબાઇલ ટોઇલેટ વાન મુકી હતી. હાલ એક રિપેરીંગ માટે મોકલવાનું હોવાથી અને હવે પાલિકાએ કોન્ટ્રાકટ સિસ્ટમથી આપવાનું નક્કી કરાયુ છે. વાન ઉઠાવી લેતા પરેશાની વધી છે.

ચોટીલા હાઇવે પર સૌરાષ્ટ્ર બાજુ અને અમદાવાદ તરફ જતી બસોનાં રોડની બંને બાજુ ઉપર આવેલ એસ.ટી.નાં બસ સ્ટેન્ડ ઉપર યાત્રિકો અને મહિલા પેસેન્જરોની સગવડ માટે બે મોબાઇલ ટોઇલેટ વાન મૂકવામાં આવ્યા હતાં. ચોટીલા નગરપાલિકા માટે પેસેન્જરો પાસેથી કોઇ ચાર્જ વસૂલ કરતી હતી. એક વાન બગડી જતા અને પાલિકાને એક રૂપિયાની આવક વગર ખર્ચો વધી જતા બંને વાન કોન્ટ્રાકટ સિસ્ટમથી આપવાનું નક્કી કરતા હાલ વાન ઉઠાવી લેવામાં આવતા યાત્રિકોની પરેશાની વધી છે. સ્ટેન્ડનાં મેદાનમાં યાત્રિકો લઘુશંકા કરતા જોવા મળે છે.

અંગે પાલિકા ઉપપ્રમુખ વનરાજસિંહ ઝાલા તથા સભ્ય જગદીશભાઈ પરમારે જણાવ્યું હતું કે, પાલિકાને 50 હજારનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે. ઠરાવ કર્યો છે કે હાઇવેનાં બંને બસ સ્ટેન્ડનાં મોબાઇલ ટોઇલેટ વાન માટે કોન્ટ્રાકટ સિસ્ટમથી આપવાનું નક્કી થયુ છે.