ચોટીલામાં શાહજીમીયા બાપુના 5માં ઉર્ષની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડ ઘાંચી સમાજમાં આસ્થાનાં મોટા કેન્દ્ર બનેલ ચોટીલા ખાતે પીરે તરીકત હઝરત શૈયદ શાહ શાહજીમીયા બાપુનો સોમવારના રોજ પાચમો ઉર્ષની શાહી ઉજવણી કરાઇ હતી. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો સાથે દરગાહ અને ઘાંચીવાડને સુંદર રોશનીથી સુશોભિત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે બપોરના જુલુસની સાથે ન્યાતખ્વાતીનો કાર્યક્રમ પણ યોજાયેલ હતો. આ પ્રસંગે ગુજરાતભરના અનુયાઇઓ મુસ્લિમ સમાજનાં ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે ન્યાતખ્વાતી માટે બેંગ્લોર, ગોંડલ અને ભાવનગરના ન્યાતખ્વાનાં પ્રસિધ્ધ ગ્રુપને માણવા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉમટેલ હતો.

અન્ય સમાચારો પણ છે...