મોરબીની મહિલા સાથે દુષ્કર્મ કરનારો રાજકોટનો શખ્સ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર પંથકમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ મોરબીમાં રહેતી અને કેટરર્સનો વ્યવસાય કરતી મહિલા પર રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા ઈકો કાર ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ જેતપુરના વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

વીરપુરની હોટેલમાં દુષ્કર્મનો ભોગ બનેલી મોરબીની પરિણીત મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે રાજકોટના ઈકો કારના ડ્રાઈવર જીગ્નેશ ઉર્ફે ગોપાલ સરપદડિયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલા આરોપીએ મહિલા સાથે વીરપુરની હોટેલમાં દુષ્કર્મ ગુજાર્યો હોવાથી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં આરોપીએ મહિલાને વીરપુર ઉપરાંત પોરબંદર, ચોટીલા, બહુચરાજી, અજમેર સહિતના સ્થળોએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આથી પોલીસે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...