તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યુઝ. ચોટીલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. ચોટીલા

ચોટીલાશહેરમાં અનેક રસ્તાઓ બિસમાર બન્યા છે. ત્યારે શહેરનાં વિવિધ વિસ્તારોમાં રૂ.69.88 લાખનાં ખર્ચે પેવર બ્લોક રોડ બનાવવાનું કાર્ય શરૂ થયુ છે. આથી ચોટીલાના ટાવર રોડથી ડેડિયા નાળા સુધીના કામનો પ્રારંભ કરાયો હતો.

ચોટીલા પાલિકા દ્વારા રાજય સરકારની યુ.ડી.પી.2014-15 યોજના અંતર્ગત શહેરમાં નવા રસ્તાઓ બનાવવા સહિત રોડ મરામતનું કાર્ય કરવાનો પ્રારંભ થયો છે. જ્યારે સોમવારે શહેરના ટાવર સામેની શેરીથી ડેડીયા નાળા સુધી પેવર બ્લોક રસ્તો બનાવવાની શરૂઆત થઇ હતી. તેવી રીતે મસ્જીદ પાસેથી પીપલ્સ બેંકવાળી શેરીથી જમનાભાઈ કંદોઇની દુકાન સુધી પેવર બ્લોક રોડના કામનો પ્રારંભ થયો હતો. શહેરનાં વોર્ડ નં. 4માં આવેલ પીપલ્સ બેંકવાળી શેરીથી મસ્જીદ સુધી રૂ. 5.84 લાખ તથા ટાવર સામેની શેરી ગોકળપરાથી ડેડીયા નાળા સુધી રૂ. 6.18 લાખનાં ખર્ચે પેવરબ્લોક રસ્તા બનશે. જ્યારે શહેરમાં કુલ રૂ. 69.88 લાખના ખર્ચે શહેરનાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં નવા પેવર બ્લોક રસ્તાનું કાર્ય કરાશે. પેવરબ્લોક રસ્તાની કામગીરીના પ્રારંભ સમયે પાલિકા પ્રમુખ રવુભાઈ ખાચર, કારોબારી ચેરમેન છબીલભાઈ વાઘેલા, ઉપપ્રમુખ હરેશ ચૌહાણ, પાલિકા સદસ્ય સંજય કણસાગરા હાજર રહ્યાં હતાં.

ચોટીલાના ટાવર રોડથી ડેડિયાનાળા સુધીના કામનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો