• Gujarati News
  • ચોટીલા: પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

ચોટીલા: પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાનાહાઇવે પરથી ગાંધીનગરની પોલીસે રાજકોટ રહેતા શખ્સને દેશી પિસ્તોલ, ત્રણ કારતૂસ સાથે ઝડપી લીધો હતો.

રાજકોટ રહેતા દિનેશભાઈ રીબડીયા નામના શખ્સને ગાંધીનગરનાં પી.એસ.આઇ. ડી.એન.કોલ તથા ટીમે ચોટીલાના નેશનલ હાઇવ પર ખીમોઇ કૃપા હોટલ પાસેથી ઝડપી લીધો હતો. દિનેશભાઈની તલાશી લેતા દેશી પિસ્તોલ અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતાં. પોલીસે રૂ. 8 હજારની પિસ્તોલ, રૂ. 300નાં કારતૂસ તેમજ રોકડ રૂ. 110 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે રૂપેન્દ્રસિંહએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસઆઈ. ભૂપેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યાં છે. ત્યારે શખ્સ કોની પાસેથી પિસ્તોલ લાવ્યો હતો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે વિગતો હવે તપાસ દરમિયાન ખૂલશે.