ચોટીલા તાલુકાના મતદારોના ફોટા ID કામગીરી શરૂ
ચોટીલા: ચોટીલાપંથકના મતદારોના નામ, સરનામા અને ફોટોગ્રાફસ દર્શાવતા બૂથ લેવલ ઓફિસર રજીસ્ટરમાં મતદારોના ફોટા સામે બી (બ્લેક એન્ડ વ્હાઇટ) દર્શાવેલ છે. તેવા મતદારો પાસેથી તેમના કલર ફોટા ફરી લેવાનું કાર્ય પૂરજોશમાં શરૂ કરાયુ છે.ગ્રામ્ય વિસ્તારો તથા ચોટીલા શહેરમાં 113 બીએલઓ અત્યારે મતદારો પાસેથી કલર ફોટા ઉઘરાવી આઠ નંબરનું ફોર્મ ભરી રહ્યા છે.મતદાર કાર્ડ સુધારવાની કામગીરી પણ ચાલુ છે.
ચોટીલાના ચૂંટણી નાયબ મામલતદાર આર.એન.દેસાઇએ જણાવ્યુ કે, સોફટવેર આધારીત બીએલઓ રજીસ્ટરમાં મતદારોના નામ સામે બી દર્શાવેલ હોય તેવા મતદારોને સમજાવીને રંગીન ફોટા મેળવવાની કાર્યવાહી ચાલુ છે.