તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચોટીલામાં 21 બળદો સાથે બે ઝડપાયા

ચોટીલામાં 21 બળદો સાથે બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાતાલુકાના સાલખડા ગામના તળાવ પાસેથી 21 બળદોને ચલાવીને લઇ જતાં વાંકાનેરના બે શખ્સોને જીવદયાપ્રેમીઓની ટીમે ઝડપી લીધા હતાં. ટીમે બાતમીના આધારે સાલખડા ગામની સીમ પાસે વોચ રાખી હતી. દરમિયાન વાંકાનેર ગામના સરાણીયા જ્ઞાતિના ભાવેશ ગોવિંદ તથા રૂડા ભુરા નામના શખ્સો એક સાથે 21 બળદોને એકબીજા સાથે ક્રૂરતાપૂર્વક બાંધીને હંકારીને લઇ જતાં હતાં. ચોટીલાના જીવદયાપ્રેમીઓ હરેશભાઈ ચૌહાણ, દીપુભાઈ ખાચર, વિપુલ સાકરીયા, ભનુભાઈ, મંગળુભાઈએ બંનેને રોકી બળદો ક્યાં લઇ જાય છે તેમ પૂછતા સંતોષકારક જવાબ નહીં આપતા ટીમે બંનેને ઝડપી ચોટીલા પોલીસને સોંપી દીધા હતા. તમામ બળદોને ચોટીલા પાંજરાપોળમાં મુક્ત કરાવ્યા હતાં.