તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલામાં દબાણ હટાવ ઝુંબેશ નડતરરૂપ ઓટા દૂર કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઇ છે. જેમાં શહેરમાં દુકાનો બહાર નડતરૂપ ઓટાઓ દૂર કરવાનું કાર્ય ગુરૂવારે શરૂ કરવામાં આવ્યુ હતું. શહેરનાં ટાવરચોક, ટાવર સામેની શેરી, ડેડીયા નાળા પાસે આવેલ દુકાનોનાં ઓટા બપોર સુધીમાં દૂર કરવામાં આવશે.

ચોટીલામાં દબાણોનો રાફડો ફાટ્યો છે. આથી ચોટીલા નગરપાલિકા દ્વારા શહેરમાં ટાવરવાળી શેરી, ટાવરચોક સહિત 20 જેટલા નડતરરૂપ ઓટાઓ દૂર કરવામાં આવ્યા હતાં. શહેરનાં વિવિધ વિસ્તારોમાં નવા બ્લોક પેવર રસ્તા બનાવવાના ભાગરરૂપે દુકાનો બહારના ઓટાઓ દૂર કરાયા છે. ચોટીલા શહેરના ટાવરચોક સામેની શેરીમાં ડેડીયાનાળા વિસ્તારમાં દુકાનોનાં ઓટાઓ હટાવવામાં આવ્યા હતાં. જ્યારે વેપારીઓએ પણ કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. કામગીરી સમયે પાલિકા પ્રમુખ રવુભાઈ ખાચર, ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણ સહિત પાલિકા કર્મીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે આગામી સમયમાં ચોટીલા શહેરનાં ચામુંડા રોડ સહિતના વિસ્તારોની દુકાનોનાં નડતરરૂપ ઓટાઓ દૂર કરવાની કાર્યવાહી પ્રારંભ કરવામાં આવશે. ચોટીલા શહેરની મસ્જીદ નજીકના વિસ્તારોની દુકાનોના નડતરરૂપ ઓટાઓ દૂર કરી તેટલો રસ્તો પહોળો કરવાની કાર્યવાહીની શરૂઆત કરાઈ હતી.

ચોટીલા નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશમાં ઓટાઓ દૂર કરવામાં આવ્યા હતાં. -પંકજશાહ

ચામુંડા રોડ સહિતના વિસ્તારોમાં ઓટાઓ દૂર થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો