તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિનેત્રેશ્વરમાં ત્રિનેત્રની બાજ નજર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાનગઢવિસ્તારમાં 25 કેમેરા સજ્જ કરાતા શહેરીજનોને રાહતની લાગણી ફેલાઇ છે.

થાનગઢ વિસ્તારમાં ગુના ઉપર કાબૂ રાખવા માટે અગાઉ બહેન-દિકરીની છેડછાડ માટે રેલીનુ આયોજન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. છેડતી જેવા ગુના કાબુમાં રહે તે માટે સી.સી. કેમેરા દ્વારા બાજ નજરની જરૂર હતી. આથી ગુનેગારો પર બાઝ નજર રાખવા માટે ડીએસપી દિપકકુમાર મેઘાણીએ સમગ્ર થાન શહેરમાં સીસી કેમેરા મૂકવાનું આયોજન કર્યુ હતુ. જેમાં થાન મહત્વના વિસ્તાર જેવા કે પિપળાથનો ચોક, સ્કૂલ વિસ્તાર અને ચોટીલા રોડ વિસ્તારને આવરી લેવામાં આવશે. થાનગઢમાં કુલ 25 સી.સી. કેમેરા 100 ટકા લોકભાગીદારી મૂકાશે. જેમાં સિરામીક એસોસિએશન, ટ્રક એસોસિએશન, નગરપાલિકા સંયુક્ત રીતે લોકભાગીદારી દ્વારા સી.સી. ટીવી મૂકવામાં આવશે. આથી પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી દ્વારા લોકભાગીદારીમાં સંકળાયેલાઓને અભિવાદન કરી આભારપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં. પ્રસંગે સિરામીક એસોસિએશનનાં પ્રમુખ કિર્તીભાઈ, સુરેશભાઈ સોમપુરા, ટ્રક એસોસિએશન પ્રમુખ બાપાલાલ, દિનુભાઈ વગેરે લોકો હાજર રહ્યા હતાં. થાન શહેરમાં કેમેરા લગાડવામાં થાન પોલીસ સ્ટેશનનાં અધિકારી પીઆઈ ચુનરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

થાન પંથકમાં 25 કેમેરા ગુનાહીત પ્રવૃતિ અટકાવવા મૂકાયા છે. ભરત દવે

થાનમાં 100 ટકા લોક ભાગીદારીથી 25 સી.સી. ટીવી કેમેરા લગાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો