તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલામાં 1.78 કરોડના ખર્ચે નવો રોડ બનાવાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાના બસસ્ટેન્ડ પાસેથી નવી મામલતદાર કચેરી સુધી રસ્તો બિસમાર હતો. આથી રસ્તાના નવિનીકરણની રજૂઆતો થઇ હતી. ત્યારે રૂ. 1.78 કરોડ ના ખર્ચે નવો આર.સી.સી. રસ્તો બનતાં લોકો માં હર્ષ ફેલાયો છે.

ચોટીલામાં શહેરના મુખ્ય હાર્દ સમાન વિવિધ રસ્તાઓ ની કાયાપલટ કરવાનું આયોજન કરાયુ છે. આથી પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માં આર.સી.સી.તથા બ્લોક પેવર રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ થઇ છે ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યુ.ડી.પી.78 યોજના અંતર્ગત શહેર ના બસસ્ટેન્ડ પાસે થી નવી મામલતદાર કચેરી સુધી નવો આર.સી.સી. રોડ બનાવવા માં આવ્યો છે.

શહેર ના બસસ્ટેન્ડ થી નવી મામલતદાર કચેરી સુધી ના રસ્તા ની બન્ને બાજુ ની ગટરો બૂરી અંદાજીત 1695 મીટર પહોળા અને 11.50 મીટર આર.સી.સી. રોડ બન્યો છે.

હાલ કામગીરી પૂર્ણતાના આરે પહોંચતા અને નવો રોડ બનતાં નાગરિકો માં હર્ષ ની લાગણી ફેલાઇ છે. અંગે પાલિકા પ્રમુખ રવુભાઇ ખાચરે જણાંવ્યું હતું કે શહેર ના વિવિધ વિસ્તારો માં 92 નવા રસ્તાઓ બનાવવાની મંજૂરી મળી છે. શહેર માં જ્યાં પણ જૂના રોડ છે ત્યાં નવા બ્લોક પેવર રસ્તાઓ બનાવાશે. આગામી તા.20 માર્ચ થી આંબલીચોક માં નવા રસ્તા ની કામગીરી શરૂ થશે.

ચોટીલામાં બસ સ્ટેન્ડથી નવી મામલતદાર કચેરી સુધી નવો આરસીસી રસ્તો બનાવાયો છે.

શહેરના બસસ્ટેન્ડ પાસેથી નવી મામલતદાર કચેરી સુધી આર.સી.સી. રસ્તો બન્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો